ભાજપ પ્રદેશ સંગઠનનું કોકડું ગૂંચવાયું, સંગઠન પદાધિકારીઓના નામ પર નથી સધાઈ રહી સહમતી

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યાને સી.આર પાટીલને બે મહિના જેટલો સમય થઇ ગયો છે, પરંતુ હજી સુધી ભાજપના સંગઠનના પદાધિકારીઓના નામ પર કોઇ મહોર લાગી નથી, અને ભાજપ સંગઠનનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું જ છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા 10 દિવસમાં સંગઠનનું માળખું તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. […]

ભાજપ પ્રદેશ સંગઠનનું કોકડું ગૂંચવાયું, સંગઠન પદાધિકારીઓના નામ પર નથી સધાઈ રહી સહમતી
| Edited By: | Updated on: Oct 20, 2020 | 4:39 PM

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યાને સી.આર પાટીલને બે મહિના જેટલો સમય થઇ ગયો છે, પરંતુ હજી સુધી ભાજપના સંગઠનના પદાધિકારીઓના નામ પર કોઇ મહોર લાગી નથી, અને ભાજપ સંગઠનનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું જ છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા 10 દિવસમાં સંગઠનનું માળખું તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી બોર્ડ કે સંગઠનમાં પદાધિકારીઓના નામ પર સહમતિ નથી સધાઇ રહી. મળતી જાણકારી મુજબ 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી હોવાથી પેટાચૂંટણી બાદ સંગઠનનું નવું માળખું તૈયાર થઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો