ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Nadda સોમવારે ગુજરાત મુલાકાતે, રાષ્ટ્રીય મહામંત્રી પણ આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Nadda સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડાની આ પહેલી ગુજરાત મુલાકાત છે. 4 જાન્યુઆરીએ તેમના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ પણ ગુજરાત આવશે. બંને નેતાઓ કમલમમાં કાર્યકરો સાથે બેઠક કરશે. તેઓ પ્રદેશ ભાજપની કોર કમિટી અને […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Nadda સોમવારે ગુજરાત મુલાકાતે, રાષ્ટ્રીય મહામંત્રી પણ આવશે
| Updated on: Jan 03, 2021 | 5:36 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Nadda સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડાની આ પહેલી ગુજરાત મુલાકાત છે. 4 જાન્યુઆરીએ તેમના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ પણ ગુજરાત આવશે. બંને નેતાઓ કમલમમાં કાર્યકરો સાથે બેઠક કરશે. તેઓ પ્રદેશ ભાજપની કોર કમિટી અને પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરશે. ત્યારબાદ સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા સાથે અલગથી બેઠક કરશે. જેમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરાશે. ત્યારબાદ 5 જાન્યુઆરીએ તેઓ આરએસએસની સમન્વય બેઠકમાં ભાગ લેશે.

 

 

Published On - 3:22 pm, Sun, 3 January 21