મારા પરિવારમાં પણ ઘણાં લોકો PM બન્યા પણ નરેન્દ્ર મોદીએ દેશને જે સન્માન અપાવ્યુ છે તે કોઈએ નથી અપાવ્યુ: વરૂણ ગાંધી

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યુ છે. તેમને ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે જે સમ્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યુ છે. તે બીજા કોઈએ અપાવ્યુ નથી. વડાપ્રધાન મોદી ફક્ત દેશ માટે જીવી રહ્યા છે અને તે દેશ માટે જ મરશે. TV9 Gujarati   મારા પરિવારમાંથી પણ ઘણા […]

મારા પરિવારમાં પણ ઘણાં લોકો PM બન્યા પણ નરેન્દ્ર મોદીએ દેશને જે સન્માન અપાવ્યુ છે તે કોઈએ નથી અપાવ્યુ: વરૂણ ગાંધી
| Updated on: Apr 08, 2019 | 10:08 AM

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યુ છે.

તેમને ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે જે સમ્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યુ છે. તે બીજા કોઈએ અપાવ્યુ નથી. વડાપ્રધાન મોદી ફક્ત દેશ માટે જીવી રહ્યા છે અને તે દેશ માટે જ મરશે.

TV9 Gujarati

 

મારા પરિવારમાંથી પણ ઘણા લોકો વડાપ્રધાન બન્યા છે પણ જે સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યુ છે . તે ઘણા સમયથી કોઈએ દેશને અપાવ્યુ નથી. તેમને ખાલી દેશની ચિંતા છે. વરૂણ ગાંધી ગાંધી પરિવારથી આવે છે. ત્યારે તેમનું આ નિવેદન મહત્ત્વનું માનવામાં આવે છે.

જે દિવસે ભાજપ છોડીશ, તે દિવસે રાજકારણ છોડી દઈશ

થોડા સમય પહેલા વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે તેવી વાતોની ચર્ચાઓ સામે આવી હતી. ત્યારે તેમને તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે જે દિવસ તે ભાજપમાંથી રાજીનામું આપશે, તે દિવસે તે રાજકારણ છોડી દેશે. પ્રિયંકા ગાંધી પાસે તેમના સારા સંબંધ હોવાને લીધે લોકો એવુ માની રહ્યા હતા પણ તેમને કહ્યું કે ગાંધી પરિવાર સાથે તેમનો સંબંધ ઔપચારિક છે પારિવારિક નહી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]