ભાજપે રાજકોટ મ્યુ. કોર્પોરેશનના 18 વોર્ડના ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ કોણ કપાયા અને કોને કર્યા રિપીટ

|

Feb 04, 2021 | 2:34 PM

ભાજપે (bjp) ગુજરાતની છ મહાનગરપાલિકા પૈકી રાજકોટ ( rajkot ) મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની (bjp ) પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો નક્કી કરી લીધા છે. છ મહાનગરપાલિકા પૈકી સૌથી પહેલા રાજકોટ (rajkot) મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપના
39 કોર્પોરેટર પૈકી 12 કોર્પોરેટરોને રિપીટ કરાયા છે.

વોર્ડ નંબર 1માં એક કોર્પોરેટર રિપીટ,મહિલા કોર્પોરેટરના પતિને મળી ટીકીટ. વોર્ડ નંબર 2માં ત્રણ કોર્પોરેટર રિપીટ કરાયા છે. વોર્ડ નંબર 4 અશ્વિન મોલીયા ટીકીટ કપાઇ છે. વોર્ડ નંબર 5માં ચારેય કોર્પોરેટરની ટીકીટ કપાઇ છે. વોર્ડ નંબર 6માં દેવુ જાદવ રિપીટ, બાકીના ત્રણ કોર્પોરેટર ટિકીટ કપાઇ છે. વોર્ડ નંબર 7માં ચારેય કોર્પોરેટરની ટિકીટ કપાઇ ગઈ છે. કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને ટીકીટ મળી છે. વોર્ડ નંબર 8 ચારેય કોર્પોરેટક કપાયા છે. વોર્ડ નંબર 9માં પુષ્કર પટેલ રિપીટ, બાકીના ત્રણની ટિકીટ કપાઈ છે.  વોર્ડ નંબર 10માં ત્રણમાંથી એક રિપીટ. વોર્ડ નંંબર 13 બે કોર્પોરેટરને રિપીટ કરાયા છે.  વોર્ડ નંબર 14 એક કોર્પોરેટરની રિપીટ કરાયા છે. તો ત્રણની કપાઇ વોર્ડ નંબર 17માં ઉમેદવારોને  રિપીટ કરાયા છે.



Next Video