દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

|

Feb 02, 2019 | 3:18 AM

હરિયાણાના ભિવાનીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમીપાર્ટી (AAP)ના પ્રમુખનો કાર્યક્રમ રદ કરવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ રડવા લાગ્યાં. એટલું જ નહીં, આપના આ સમર્થક આયોજન સ્થળ પર જ ધરણા પર બેસી ગયાં. ગર્ગે કહ્યું કે કેજરીવાલે કોઈને માહિતી આપી કે કાર્યક્રમ સ્થળ પર ભીડ નથી, ખુરશીઓ ખાલી પડી છે. તેથી કેજરીવાલે કાર્યક્રમમાં આવવાનો […]

દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

Follow us on

હરિયાણાના ભિવાનીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમીપાર્ટી (AAP)ના પ્રમુખનો કાર્યક્રમ રદ કરવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ રડવા લાગ્યાં.

એટલું જ નહીં, આપના આ સમર્થક આયોજન સ્થળ પર જ ધરણા પર બેસી ગયાં. ગર્ગે કહ્યું કે કેજરીવાલે કોઈને માહિતી આપી કે કાર્યક્રમ સ્થળ પર ભીડ નથી, ખુરશીઓ ખાલી પડી છે. તેથી કેજરીવાલે કાર્યક્રમમાં આવવાનો ઇનકાર કરી દીધો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દયાનંદ ગર્ગ અને તેમના સાથીઓએ ભિવાનીની નવી અનાજ મંડીમાં ગત બુધવારે કેજરીવાલને વાલી સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્ર્યા હતાં. બપોરે સાડા બાર વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. સવારે 11 વાગ્યાથી જ લોકો આયોજન સ્થળે પહોંચવા લાગ્યાં, પણ કેજરીવાલના કાર્યક્રમમાં ન આવવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યાં.

શિક્ષણ, આરોગ્ય અને સહયોગ સંગઠન તરફથી આયોજિત સંમેલનમાં સામેલ થવા માટે હા પાડી હતી. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા પૂરી મહેનત કરી, પણ ભીડ ઓછી હોવાના કારણે કેજરીવાલે કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી.

દયાનંદ ગર્ગે કહ્યું, ‘આયોજનને સફળ બનાવવા અને સીએમ કેજરીવાલના સ્વાગત માટે વ્યાજે રૂપિયા લીધા છે, પણ કેજરીવાલ નહીં આવતા મારા રૂપિયા ડૂબી ગયાં અને સન્માન દુભાયું છે.’

ગર્ગના સહયોગી રમેશે કહ્યું કે જો સીએમે આવવુ નહોતું, તો પહેલા જ ના પાડી દેવી હતી. કમ સે કમ દયાનંદ ગર્ગે નિરાશ તો ન થવુ પડ્યુ હતું. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે આપના કાર્યકરો સુધી ગાડીઓના પૈસા લઈને ગયા છે. અમે તેને સફળ બનાવવા પુરતો પ્રયત્ન કર્યો અને લાખો રૂપિયા ખર્ચ્યા, પણ સીએમે તમામ પર પાણી ફેરવી દીધું.

[yop_poll id=971]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 3:03 am, Sat, 2 February 19

Next Article