BHARUCH : ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ફરી વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો. જેમાં મનસુખ વસાવાએ ભાજપના જ કેટલાક આગેવાનો પર નિશાન સાધ્યું. વાલિયા તાલુકામાં ચૂંટણી પ્રચાર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપના કેટલાક આગેવાનો દૂધમાંને દહીંમાં પગ રાખે છે. આ આગેવાનો ક્યાં જાય છે, કોને મળે છે એ મને ખબર પડે છે. ભાજપ આગેવાનોને સાંસદે ચીમકીભર્યા સ્વરમાં કહ્યું કે સૌ સમજી લેજો સેન્ટ્રલ IB મારી પાસે છે.
Published On - 1:48 pm, Fri, 26 February 21