PM નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પત્ની જશોદાબેનનો ROLE કોણ કરશે ? નામ થઈ ગયું છે FINAL, જાણવા માટે બસ એક CLICK કરો

|

Feb 11, 2019 | 9:10 AM

તાજેતરમાં બૉલીવુડમાં રાજકીય નેતાઓ પર નિર્મિત બે બાયોપિક રિલીઝ થઈ અને બંને ફિલ્મોની ટીકાકારો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી. પહેલા ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ પર ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ આવી અને પછી શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ રિલીઝ થઈ. Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા […]

PM નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પત્ની જશોદાબેનનો ROLE કોણ કરશે ? નામ થઈ ગયું છે FINAL, જાણવા માટે બસ એક CLICK કરો

Follow us on

તાજેતરમાં બૉલીવુડમાં રાજકીય નેતાઓ પર નિર્મિત બે બાયોપિક રિલીઝ થઈ અને બંને ફિલ્મોની ટીકાકારો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી.

પહેલા ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ પર ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ આવી અને પછી શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ રિલીઝ થઈ.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

હવે ચાલુ જ વર્ષે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પણ રિલીઝ થવા જઈ રહી છે. આ વાતથી તો સૌ વાકેફ છે કે PM NARENDRA MODI નામની આ ફિલ્મમાં વિવેક ઓબેરૉય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ ફિલ્મમાં બાકીના પાત્રો કોણ-કોણ છે અને કોણ એ પાત્રોને ભજવશે ? તેને લઈને આતુરતા થવી સ્વાભાવિક છે, પરંતુ સૌથી મોટી ઉત્કંઠા અને ઉત્સુકતા નરેન્દ્ર મોદીના પત્નીની ભૂમિકા કોણ ભજવશે, તેને લઈને છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં મોદીના પત્ની જશોદાબેનનો રોલ અભિનેત્રી બરખા બિષ્ટ ભજવવા જઈ રહી છે.

આ અંગે બરખા બિષ્ટે કહ્યું, ‘આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શૂટ કરીશું અને મેં આ વિશે ઘણુ વાંચવાનું શરુ કરી દીધું છે. આ રોલ બહુ ચૅલેંજિંગ છે, કારણ કે જશોદાબેન વિશે લોકો બહુ ઓછું જાણે છે.’

અહીં એ પણ નોંધનીય છે કે બરખા બિષ્ટ માટે અમદાવાદ કોઈ નવું શહેર નથી, કારણ કે બરખાના પતિ ઇંદ્રનીલ સેનગુપ્તા અમદાવાદના જ રહેવાસી છે.

અમદાવાદ શહેર વિશે બરખાએ કહ્યું, ‘અમદાવાદ મારા નવું નથી. હું પહેલા પણ ઘણી વાર અહીં આવી ચુકી છું. મને આ રોલ માટે ગુજરાતી ભાષા શીખવી પડશે. આ કૅરેક્ટરમાં આપને ઘણા શેડ્સ જોવા મળશે. હું હાલમાં માત્ર એટલું જ કહી શકુ છું કે આ ફિલ્મ સાથે જોડાઈને મને બહુ ગર્વ છે.’

[yop_poll id=1307]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article