વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે જાહેર કર્યા આઠ પૈકી સાત બેઠકના ઉમેદવારોના નામ, લિમડીમાં ખેચતાણ, ગઢડા-ડાંગ સિવાયની પાંચ બેઠક પર આયાતી ઉમેદવારોને અપાઈ ટિકીટ

|

Oct 11, 2020 | 3:33 PM

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સાત બેઠકની ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. એક માત્ર લિંમડી બેઠક ઉપર કોળી ઉમેદવારને લડાવવો કે ક્ષત્રિય ઉમેદવાર તે નક્કી નહી કરી શકાતા ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. તો આજે જાહેર કરેલા સાત પૈકી પાંચ બેઠક ઉપર કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો ભગવો પહેરનારા પૂર્વ ધારાસભ્યોને ટીકીટ આપવામાં […]

વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે જાહેર કર્યા આઠ પૈકી સાત બેઠકના ઉમેદવારોના નામ, લિમડીમાં ખેચતાણ, ગઢડા-ડાંગ સિવાયની પાંચ બેઠક પર આયાતી ઉમેદવારોને અપાઈ ટિકીટ

Follow us on

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સાત બેઠકની ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. એક માત્ર લિંમડી બેઠક ઉપર કોળી ઉમેદવારને લડાવવો કે ક્ષત્રિય ઉમેદવાર તે નક્કી નહી કરી શકાતા ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. તો આજે જાહેર કરેલા સાત પૈકી પાંચ બેઠક ઉપર કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો ભગવો પહેરનારા પૂર્વ ધારાસભ્યોને ટીકીટ આપવામાં આવી છે.

ભાજપે, લિંમડી બેઠક ઉપર કોને ચૂંટણી લડાવવી તે નક્કી કરી શક્યા ના હોવાથી હાલ કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યાં. પરંતુ માનવામાં આવે છે કે, લિંમડી બેઠક ઉપરથી રાજીનામુ આપનાર સોમાભાઈ પટેલ, એનસીપી કે અન્ય કોઈ પક્ષમાં ચૂંટણી લડવા માગે છે. આથી ભાજપ લિમડી બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ ઉપરાંત સોમાભાઈ પટેલની અન્ય પક્ષમાંથી ઉમેદવારીને ધ્યાને લઈને ત્રિપાંખિયો જંગ ગણીવે ઉમેદવાર જાહેર કરશે.

રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા કુલ આઠમાંથી પાંચ ધારાસભ્યોએ પાછળથી ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હતા. આ પાચેય પ્રાથમિક સભ્યોને ભાજપે પેટાચૂંટણી માટે ટિકીટ આપી છે. જો કે ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસમાંથી આયાત થયેલા ઉમેદવારોને બદલે મૂળ ભાજપના ઉમેદવારોને ટિકીટ આપવાની માંગણી સંતોષાઈ ના હોવાનું કાર્યકરોનું કહેવુ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

ભાજપે જાહેર કરેલ ઉમેદવાર

બેઠક       નામ
ધારી  જે વી કાકડીયા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા
મોરબી બ્રિજેશ મેરજા
ગઢડા આત્મારામ પરમાર
કરજણ અક્ષય પટેલ
ડાંગ  વિજય પટેલ
કપરાડા જીતુભાઈ ચૌધરી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 3:05 pm, Sun, 11 October 20

Next Article