અશોક ગેહલોત લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા, બનશે કોંગ્રેસ અધ્યક્ષ?

|

Jun 20, 2019 | 5:06 AM

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત(Ashok Gahlot) રાહુલ ગાંધી(Rahul Gandhi)ની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે. કોંગ્રેસે આ વિશે મન બનાવી લીધું છે અને અશોક ગેહલોતને તેના માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આના વિશે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી. કે અશોક ગેહલોત જ કોંગ્રેસ અધ્યક્ષ હશે […]

અશોક ગેહલોત લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા, બનશે કોંગ્રેસ અધ્યક્ષ?

Follow us on

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત(Ashok Gahlot) રાહુલ ગાંધી(Rahul Gandhi)ની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે. કોંગ્રેસે આ વિશે મન બનાવી લીધું છે અને અશોક ગેહલોતને તેના માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આના વિશે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી. કે અશોક ગેહલોત જ કોંગ્રેસ અધ્યક્ષ હશે તેમની જગ્યાએ અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

લગભગ નક્કી છે કે આવનારા થોડા દિવસોમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે, જે ગાંધી પરિવારથી હશે નહી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપીને દેશ અને લોકો માટે તેમને પાર્ટીના પ્રમુખ બની રહેવા માટે આગ્રહ કર્યો પણ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બધા જ પ્રયત્નો કર્યા છતાં રાહુલ ગાંધી રાજીનામું આપવા માટે મક્કમ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાહુલ ગાંધીએ એ પણ સાફ કરી દીધું છે કે તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીના નામ પર પણ વિચાર નહી કરવામાં આવે. નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વવાળી ભાજપ સરકાર વંશવાદના મુદ્દા પર કોંગ્રેસને સતત ઘેરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીને હટાવીને અને કોંગ્રેસના કોઈ સિનીયર નેતાને અધ્યક્ષ બનાવીને આ મુદ્દો હંમેશા માટે બંધ થઈ જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અશોક ગેહલોતની પાસે સંગઠન ચલાવવાનો મોટો અનૂભવ રહેલો છે. વર્ષ 2017માં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનની પાછળ પણ તેમના નિર્ણયો મહત્વના માનવામાં આવે છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ સારા સંબંધો છે અને અન્ય નેતાઓની સાથે પણ તેમના સંબંધો સારા છે.

આ પણ વાંચો : વિશ્વ કપ 2019માંથી શિખર ધવનની સાથે આ 5 ખેલાડીઓ પણ થઈ ગયા છે બાહર

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article