કૉંગ્રેસ મુખ્યાલયમાં કયો છે એ LUCKY ROOM કે જેને પામવા માટે નેતાઓમાં લાગી છે હોડ ? કોને ફાળે આવશે આ LUCKY ROOM ?

|

Jan 29, 2019 | 5:02 AM

દિલ્હીમાં આવેલા કૉંગ્રેસ હેડક્વૉર્ટરમાં અશોક ગહેલોતે રૂમ છોડ્યા બાદ અને તેમની નેમપ્લેટ હટાવાયા બાદ તે રૂમને તાળુ મારી દેવાયું છે. કૉંગ્રેસમાં રૂમ વિવાદ નવો નથી અને મોટા રૂમો પામવાની હોડ મોટા નેતાઓમાં લાગવી પણ નવી બાબત નથી. અશોક ગહેલોત રાજસ્થાનના મુખ્યપ્રધાન બની ગાય છે અને પાર્ટી સંગઠનમાં તેમના સ્થાને કેસી વેણુગોપાલ મહામંત્રી તથા રાજસ્થાનના પ્રભારી […]

કૉંગ્રેસ મુખ્યાલયમાં કયો છે એ LUCKY ROOM કે જેને પામવા માટે નેતાઓમાં લાગી છે હોડ ? કોને ફાળે આવશે આ LUCKY ROOM ?

Follow us on

દિલ્હીમાં આવેલા કૉંગ્રેસ હેડક્વૉર્ટરમાં અશોક ગહેલોતે રૂમ છોડ્યા બાદ અને તેમની નેમપ્લેટ હટાવાયા બાદ તે રૂમને તાળુ મારી દેવાયું છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતની ફાઇલ તસવીર

કૉંગ્રેસમાં રૂમ વિવાદ નવો નથી અને મોટા રૂમો પામવાની હોડ મોટા નેતાઓમાં લાગવી પણ નવી બાબત નથી.

અશોક ગહેલોત રાજસ્થાનના મુખ્યપ્રધાન બની ગાય છે અને પાર્ટી સંગઠનમાં તેમના સ્થાને કેસી વેણુગોપાલ મહામંત્રી તથા રાજસ્થાનના પ્રભારી બનાવાયા છે. વેણુગોપાલને એક રૂમ પહેલાથી જ ફાળવાયેલો છે, પરંતુ વિવાદ ત્યારે પેદા થઈ ગયો કે જ્યારે વેણુગોપાલ શુક્રવારે તે પોતાના રૂમથી તે રૂમ સુધી પહોંચી ગયા કે જ્યાં ગહેલોત બેસતા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કારણ કે અશોક ગહેલોતને આ રૂમ સંગઠન મહામંત્રી જનાર્દન દ્વિવેદીના ગયા બાદ મળ્યો હતો, તેથી એવું માની લેવામાં આવ્યું કે આ રૂમ સંગઠન મહામંત્રીનો છે.

કૉંગ્રેસ મહામંત્રી કેસી વેણુગોપાલની ફાઇલ તસવીર

સૂત્રોનું માનીએ તો વેણુગોપાલ ગત શુક્રવારે બપોરે ગહેલોતના રૂમમાં પહોંચ્યા હતાં. ત્યાર બાદ એવા અહેવાલો આવ્યા કે વેણુગોપાલ ગહેલોતના રૂમમાં બેસશે. આ વાત બહાર આવતા જ કેટલાક વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓ તાત્કાલિક સક્રિય થઈ ગયા.

પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા

હકીકતમાં યૂપીના બે મહામંત્રીઓ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના બેસવા માટે હજી રૂમોની ફાળવણી થવાની બાકી છે. કારણ કે પ્રિયંકા સાથે એસપીજી સલામતીનો તામઝામ છે, તેથી તેમને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બાજુ વાળો રૂમ ફાળવવામાં આવી રહ્યો છે, જ્યારે ગહેલોતે જે રૂમ છોડ્યો છે, તેના પર સિંધિયાની દાવેદારી બતાવાઈ રહી છે.

ગહેલોતની નેમપ્લેટ હટાવાયા બાદ ત્યાં કોની નેમપ્લેટ લાગશે, એ હજી નક્કી નથી. હાલ તો કર્મચારીઓના બેસવાના સ્થાન સાથે ગહેલોતની આખી ઑફિસમાં તાળુ લટકી રહ્યું છે.

[yop_poll id=872]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article