અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ગણાવ્યુ ઠગપત્ર

અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઘોષણાપત્રને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસની જેમ તેમનું ઘોષણાપત્ર પણ ભ્રષ્ટ હોય છે. અપ્રમાણિક હોય છે તેમને કોંગ્રેસના ઘોષણાપત્રને ઠગપત્ર ગણાવ્યુ હતુ. TV9 Gujarati   વાંચો શું કહ્યું અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1. અમે વાયદો કરીને તમારા જીવનને સરળ બનાવવા માટે ઈમાનદારીથી […]

અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ગણાવ્યુ ઠગપત્ર
| Updated on: Apr 03, 2019 | 7:43 AM

અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઘોષણાપત્રને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસની જેમ તેમનું ઘોષણાપત્ર પણ ભ્રષ્ટ હોય છે. અપ્રમાણિક હોય છે તેમને કોંગ્રેસના ઘોષણાપત્રને ઠગપત્ર ગણાવ્યુ હતુ.

TV9 Gujarati

 

વાંચો શું કહ્યું અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

1. અમે વાયદો કરીને તમારા જીવનને સરળ બનાવવા માટે ઈમાનદારીથી કામ કરવાવાળા છીએ.

2. એક પરીવારે 55 વર્ષ સુધી દાવો કર્યો, પણ તે દાવો નથી કરી શકતા કે ભારતના બધા જ કામ પુરા કરી દીધા છે. મને 5 વર્ષ થવાના છે પણ હું એટલુ જરૂર સમાધાન કરી શકુ છુ કે હું બધા જ પડકારોને પડકાર આપવાવાળો વ્યકિત છે.

3. એક બાજુ એ પક્ષ જેને ક્યારે દેશની આશાઓ અને આકાંક્ષાઓને નથી સમજ્યા, તેમને દેશ પર રાજ કરવા માટે સત્તામાં રહ્યા. જ્યારે તમારો આ ચોકીદાર, તમારા સેવકની જેમ કામ કરી રહ્યો છે.

4.જો ભારતના બંધારણને નથી માનતા, તેવા લોકોની વિરૂધ્ધ દેશદ્નોહનો જે કાયદો છે તેને ખત્મ કરવાનો વાયદો કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે.

5. તમારા મજબૂત વિશ્વાસનું પરિણામ છે કે આજે અરૂણાચલ પ્રદેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને અનેક સંસ્થાઓ બની રહી છે.

6.તમારા વિશ્વાસનું પરિણામ છે કે આઝાદીના 7 દાયકા પછી અરૂણાચલના બધા જ ગામડા સુધી વીજળી પહોંચાડી છે.

7.આ વખતની ચૂંટણી વાયદા અને ઈરાદાઓની વચ્ચેની ચૂંટણી છે. આ વિશ્વાસ અને ભ્રષ્ટાચારની વચ્ચેની ચૂંટણી છે.

8.અરૂણાચલ ઉત્તર પૂર્વના વિકાસ માટે દિવસ રાત એક કરવાવાળા અરૂણાચલ ઉત્તર પૂર્વની અપેક્ષા કરવાવાળાની ચૂંટણી છે.

9. આ તમારો સાંસ્કૃતિક વારસો, પરંપરા, તમારા ગૌરવના સંરક્ષક અને તમારા કપડાનો મજાક કરવાવાળા તમારૂ અપમાન કરવાવાળા વચ્ચેની ચૂંટણી છે. જે લોકો દેશનું અપમાન કરે છે તેવા લોકોથી કોંગ્રેસ સહાનુભૂતિ રાખે છે.

10. છેલ્લે વડાપ્રધાનને લોકોને ચૂંટણીમાં જીત અપાવવા માટેની અપીલ કરતા કહ્યું કે અરૂણાચલ પ્રદેશના વિકાસ માટે જરૂરી છે કે તમે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]