રાજ્યપાલ હોય તો આનંદીબેન પટેલ જેવા, સુરક્ષાને હટાવી જનતા માટે ખોલી દીધા રાજભવનના દ્વાર!

હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાના વતન એવા મહેસાણાના ખરોડ ગામમાં આવ્યાં હતા અને ત્યાં શાળામાં નવા બનેલાં સ્માર્ટ કલાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આનંદીબેન આ પ્રસંગે પોતાની સુરક્ષા અને મોબાઈલથી સમાજમાં થતાં નુકસાન વિશે વાત કરી હતી. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ મહેસાણાના ખરોડ ગામના વતની આનંદીબેન પટેલ આજે પોતાના વતન એવા ખરોડ ગામે પહોંચ્યા હતા. […]

રાજ્યપાલ હોય તો આનંદીબેન પટેલ જેવા, સુરક્ષાને હટાવી જનતા માટે ખોલી દીધા રાજભવનના દ્વાર!
| Edited By: | Updated on: Feb 13, 2019 | 1:34 PM

હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાના વતન એવા મહેસાણાના ખરોડ ગામમાં આવ્યાં હતા અને ત્યાં શાળામાં નવા બનેલાં સ્માર્ટ કલાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આનંદીબેન આ પ્રસંગે પોતાની સુરક્ષા અને મોબાઈલથી સમાજમાં થતાં નુકસાન વિશે વાત કરી હતી.

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ મહેસાણાના ખરોડ ગામના વતની આનંદીબેન પટેલ આજે પોતાના વતન એવા ખરોડ ગામે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ખરોડ ગામે માધ્યમિક શાળામાં નવીન સ્માર્ટ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત અંતિમધામમાં પ્રતિક્ષાલય અને વાઈ-ફાઈ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખરોડ ગામના વતની હોવાથી ગ્રામજનોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખરોડ પહોચેલા આનંદીબેન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં એવું કોઈ કામ કર્યું નથી કે કોઈ આવીને મને છરી પણ બતાવે. જેથી ભોપાલ પહોચીને મેં છ દિવસ રાજ ભવનના દરવાજા પણ જાહેર જનતા માટે ખોલાવી નાખ્યા હતા.

 

આનંદીબેન પટેલે કહ્યું કે જ્યારે હું ભોપાલ પહોચી ત્યાં ખબર પડી બધા લોકો મને મળવા આવતા હતા. મારી સિક્યુરીટીની દ્રષ્ટિએ બધું પેક કરી દેવામાં આવ્યું હતું. કોઈ અંદર આવી ના શકે. કારણ શું ? કારણ માત્ર રાજ્યપાલની સિક્યુરીટી. મારી સિક્યુરીટીની કશી જરૂર જ નથી મિત્રો. મેં એવું કોઈ કામ જ નથી કર્યું કે કોઈ આવીને મને છરી પણ બતાવે. મારે એટલા માટે રાજભવન ઓપન કરવું છે. મેં કહ્યું બધું ઓપન કરી દો. આંચકો લાગ્યો બધાને પહેલા તો કે આટલા બધા લોકો આવશે. મેં કહ્યું ઓપન કરી દો. 11ઓગસ્ટથી 16 ઓગસ્ટ છ દિવસ રાજ ભવનના દરવાજા ખોલી નાખ્યા. જેને આવવું હોય તે આવે.

TV9 Gujarati

 

 

આનંદીબેન પટેલે કહ્યું કે મારી બધાને સલાહ છે. જે સમાજમાં બદીઓ આવી છે તે મોબાઈલના કારણે આવી છે. બદીઓ મારે ગણાવી નથી. આજે પરિવાર ભાંગી રહ્યા છે. તૂટી રહ્યા છે. ત્રણ રૂમના ઘરમાં એક રૂમમાં મોબાઈલ લઈને બેઠી હોય, પિતાજી અલગ બેઠા હોય, દીકરા દીકરી અલગ બેઠા હોય.

[yop_poll id=1381]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]