Amreli: ધારાસભ્ય અંબરિશ ડેર અકળાયા, CMને પત્ર લખી કહ્યું રસીનાં ડોઝ આપો નહિંતર ઉપવાસ પર ઉતરીશ

|

May 06, 2021 | 8:54 AM

Amreli: અમરેલીના રાજુલા જાફરાબાદ ધારાસભ્ય અંબરીશ ડેરે આક્ષેપ કર્યો છે કે, તેમના વિસ્તારમાં રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં નથી આવતા એટલું જ નહિં ગઇકાલે તો એકપણ ડોઝ આવ્યો જ નથી તેથી તેમણે આ મામલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.

Amreli: અમરેલીના રાજુલા જાફરાબાદ ધારાસભ્ય અંબરીશ ડેરે આક્ષેપ કર્યો છે કે, તેમના વિસ્તારમાં રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં નથી આવતા એટલું જ નહિં ગઇકાલે તો એકપણ ડોઝ આવ્યો જ નથી તેથી તેમણે આ મામલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. અને પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ મળે તેવી માગણી કરી છે એટલું જ નહિં તેમણે ચીમકી આપી છે કે, જો મુખ્યપ્રધાન તેમની માગ પૂરી નહીં કરે તો આવનારા સમયમાં તેઓ ઉપવાસ આંદોલન કરશે.

જણાવવું રહ્યું કે કોરોનાને લઈને વિવિધ શહેરોમાં ઉભી થયેલી ઓક્સિજનની પરિસ્થિતિ હોય કે બેડની સમસ્યા, કોંગ્રેસ સતત સત્તાધારી પક્ષ પર શાબ્દિક હુમલા કરી રહી છે. કોરોનાની મહામારીમાં ગુજરાતની સ્થિતિ કથળી છે ત્યારે કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં જે રીતે સ્થિતિ કથળી છે તે રાજ્ય સરકારની નિષ્ફળતા છે.

જે રીતે રાજ્ય સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા કાર્યક્રમો કરી રહી છે તેના કારણે કોરોના ફેલાય રહ્યો છે.. બીજી તરફ છેલ્લા એક વર્ષથી કોરોનાનું સંક્રમણ ફેલાય રહ્યું છે તેમ છતા રાજ્ય સરકાર રાજ્યમાં ઓક્સિજનની વ્યવસ્થા નથી કરી શકી. ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓ પર જોર આપવા સહિતના 33 મુદ્દાઓને લઈ વિપક્ષે સીએમ રૂપાણી સાથે ચર્ચા કરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ સીએમ રૂપાણી સાથે મુલાકાત કરી.

કૉંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધા વધારવા માટે રજૂઆત કરી હતી.. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે કોરોનાથી લોકોનાં મોત થવા પાછળ ભાજપ સરકાર જવાબદાર છે તેમણે ગામડાઓમાં PHC, CHC સેન્ટર પર યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે. ધારાસભ્યોની ગ્રાન્ટ આરોગ્ય સુવિધા પાછળ વાપરવાની છૂટ આપવામાં આવે અને ગરીબ વર્ગને વિનામૂલ્યે કોરોનાની સારવાર મળે તેવી વીનંતી પણ કરવામાં આવી છે.

Next Video