સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ગુમ સાંસદ’ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેથી બધી જ પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બધી જ પાર્ટીઓ એકબીજા વિરૂધ્ધ નિવેદનો આપે છે. એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનડ સીટ માટે નામાંકન કરશે. ત્યારે તેમની બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની હુમલો કરતા કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની […]

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ગુમ સાંસદ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે
| Updated on: Apr 04, 2019 | 6:43 AM

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેથી બધી જ પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બધી જ પાર્ટીઓ એકબીજા વિરૂધ્ધ નિવેદનો આપે છે.

એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનડ સીટ માટે નામાંકન કરશે. ત્યારે તેમની બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની હુમલો કરતા કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની ક્ષમતા પર કોઈ પ્રશ્ન હોય તો તેમને એક વાર અમેઠી આવીને જોવુ જોઈએ.

TV9 Gujarati

 

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ એક એવા વ્યકિત છે, જે અમેઠીમાં આવતા જ નથી. તેમને જવાબ આપવો પડશે કે આ દેશને કેમ લુંટવામાં આવ્યો? હું વાયનાડના લોકોને ચેતવુ છે. તેમને એક વાર અમેઠી જઈને જોવું જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે અમેઠીને 15 વર્ષ સુધી ગુમ થયેલા સાંસદને સહન કરવો પડયો. બધી જ વ્યવસ્થાઓને અલગ કરી દીધી. તે અમેઠીને સશક્ત કરવાની જવાબદારી ભાજપે મને આપી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 15 વર્ષ પછી રાહુલગાંધી બીજી કોઈ જગ્યાએથી નામાંકન કરી રહ્યા છે. તે અમેઠીનું અપમાન છે. અમેઠીની જનતા તેને સહન કરશે નહિ.

ભાજપ રાહુલગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય પર સતત હુમલો કરે છે. ભાજપનું કહેવુ છે કે રાહુલ ગાંધી ડરથી વાયનાડ ભાગી ગયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]