America : આજે 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન લેશે શપથ, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

|

Jan 20, 2021 | 10:21 AM

America : આજે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન લેશે શપથ. તેમની સાથે કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

America : આજે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન લેશે શપથ. તેમની સાથે કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગટન ડીસીની કેપિટલ ઇમારતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ શપથ વિધિ કાર્યક્રમને લઇ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. કારણ કે, સુરક્ષા એજન્સીઓને એવી આશંકા છે કે, ટ્રમ્પના સમર્થકો અહી હંગામો કરી શકે છે. તો એવી પણ માહિતી મળી છે કે, ટ્રમ્પ આ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય.

 

 

અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહને ઇનોગ્રેશન કહેવામાં આવે છે. આ વોશિંગટન સ્થિત સંસદની યૂએસ કેપિટલ ઇમારતમાં આયોજીત કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે “અમેરિકા યુનાઇટેડ” આ વર્ષની શરૂઆતમાં 6 જાન્યુઆરીએ સંસદની ઇમારત હિંસાનો શિકાર થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પર આક્રમણ કર્યુ હતુ, જેની આચોલના વિશ્વભરમાં થઈ હતી. તેના જવાબદાર ગણતા ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યો હતો.

Published On - 8:13 am, Wed, 20 January 21

Next Video