વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં બીજેપીએ ઠેર ઠેર તેમના પોસ્ટર્સ લગાવી દીધા છે ત્યારે લગાવેલા પોસ્ટર્સ એવો છે જેના પર કોંગ્રેસે નારજગી વ્યક્ત કરી છે. દક્ષિણ અને પુર્વ અમદાવાદમાં એર સ્ટ્રાઇટકનો જશ વડા પ્રધાન નરેન્દ્રમોદીને આપતા પોસ્ટર્સ ઉપર આરોપ અને પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. રસપ્રદ વાત એ છે કે હવે કોગ્રેસ પણ એર સ્ટ્રાઇકનો જશ લેવાનો કરી રહી છે પ્રયાસ.
વડા પ્રધાન નરન્દ્રમોદી બે દિવસની ગુજરાત પ્રવાસે છે જેમાં સરકારી અને સામાજિક બન્ને પ્રકારના કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે,ત્યારે તેમના સ્વાગત માટે અને શહેરમા માહોલ બનાવવા માટે શહેર બીજેપીએ ઠેર ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે, અને જ્યાં જંયા વડા પ્રધાનની જન સભા છે ત્યા નાગરિકોને માહિતી આપતા પોસ્ટર્સ લગાવ્યા છે, ત્યારે એક પોસ્ટર્સ છે જે નાગરિકોમાં ચર્ચાનો વિષય છે, તે પોસ્ટર્સ છે સર્જીકલ સ્ટ્રાઇકનો.
નારોલ સર્કલ પાસે લાગેલા પોસ્ટર્સમાં આર્મીના જવાનો સાથે વડા પ્રધાન નરેન્દ્રમોદી ઉભા છે. તે જ પોસ્ટર્સમાં એર સ્ટ્રાઇક કરતા મિગ વિમાનોની ઇમેજ પણ છે. એટલે કે એર સ્ટ્રાઇકનો શ્રેય વડા પ્રધાનને અપાયો છે.
સ્થાનિક બીજેપીના સાંસદ કિરીટ સોલંકીની માનીએ તો આ કાર્યકર્તાઓની ભાવના છે. જેથી તેઓએ આ પોસ્ટર્સ બનાવીને મુક્યુ છે. એર સ્ટ્રાઇક માટે વડા પ્રધાનને શ્રેય જરુર આપી શકાય કારણ કે તેમના સમયમાં થઇ છે. જેનો રાજનીતિક ઉપયોગ બિલકુલ નથી કરાયો માત્ર પોસ્ટર્સ મુકાયા છે. જેને રાજકીય રીતે લેવાની જરુર નથી.
તો આ તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની માનીએ તો બીજેપી પાસે સીધી રીતે કોઇ મુદ્દા નથી. અચ્છે દિનની વાતો પોકળ સાબિત થઇ છે જેથી નાગરિકોને ગુમરાહ કરવા માટે આવા કિમીયા બીજેપી પહેલા પણ અપનાવતુ આવ્યુ છે. જેથી તેઓ સંવેદનશિલ મુદ્દા ઉપર રાજનીતિ કરી રહ્યા છે. આનો શ્રેય કોગ્રેસને મળવો જોઇએ કારણ કે, કારગિલમાં બોફોર્સથી જીત મળી હતી. તો હાલમાં જે પણ વિમાનોથી એર સ્ટ્રાઇક થઇ તે તમામ વિમાનો કોગ્રેસના સમયમા ખરીદાયેલા હતા. બીજેપી માત્ર વાણી વિલાસ કરે છે અને દેશની પ્રજાને ગુમરાહ કરે છે.
Published On - 11:51 am, Mon, 4 March 19