AIADMKના નેતાની શરમજનક હરકત, ચૂંટણી પ્રચાર માટે આત્મહત્યા કરી ચૂકેલી વિદ્યાર્થીનીના વિડીયોનો કર્યો ઉપયોગ

|

Apr 05, 2021 | 11:42 AM

તમિલનાડુના શિક્ષણ પ્રધાને ચૂંટણી અભિયાન માટે મૃત યુવતીનો જુનો વીડિયોનો ઉપયોગ કર્યો હતો. આવું કરવા પર તેમને ભારે શરમનો સામનો કરવો પડ્યો હતો.

AIADMKના નેતાની શરમજનક હરકત, ચૂંટણી પ્રચાર માટે આત્મહત્યા કરી ચૂકેલી વિદ્યાર્થીનીના વિડીયોનો કર્યો ઉપયોગ
ચૂંટણી પ્રચારમાં હદ પાર

Follow us on

તમિલનાડુના શિક્ષણ પ્રધાન એમ.એફ.પાંડિરાજને તાજેતરમાં અભિયાન માટે મૃત યુવતીનો જુનો વીડિયોનો ઉપયોગ કર્યો હતો. અને આવું કરવા પર તેમને શરમનો સામનો કરવો પડ્યો હતો. યુવતીના પરિવારના સભ્યોની સાથે રાજ્યના લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. વાતાવરણને સંવેદના આપીને, પાંડિરાજને ટ્વિટર પરથી વીડિયો ડિલીટ કર્યો હતો. નવો વીડિયો પોસ્ટ કરીને તેમણે સ્વીકાર્યું કે વિદ્યાર્થીનો વીડિયો તેના પરિવારના સભ્યોની પરવાનગી વિના મૂકવામાં આવ્યો હતો. તેમને તેના વિશે પણ ખબર નહોતી. જેણે તે વીડિયો મૂક્યો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તે કેસ પણ નોંધાવશે.

વીડિયોમાં પાંડિરાજને 17 વર્ષની યુવતી અનિતાની જૂની ક્લિપનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ વિડીયો સાથે કહ્યું હતું કે “વિદ્યાર્થીની AIADMK ની એ નીતિની પ્રશંસા કરી રહી છે, જે અંતર્ગત સરકારી શાળાના બાળકોને તબીબી પ્રવેશમાં 7.5 ટકા અનામત આપવામાં આવી છે. જયલલિતાના કાયદાને કારણે આવું થઈ શક્યું છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તમારા હાથની શ્યાહી તમારું જીવન છે. ભૂલશો નહીં કે ડીએમકેએ 17 વિદ્યાર્થીઓનું સ્વપ્ન તોડ્યું હતું.” અનિતાના ભાઇએ પ્રધાન પર નિશાન સાધતા કહ્યું, “તેઓ એ કીડાથી પણ ખરાબ છે જે શબને ખાતા હોય છે. કૃપા કરીને વિડિઓ દૂર કરો.”

નોંધપાત્ર વાત એ છે કે નીટ એ રાજ્ય માટે સંવેદનશીલ મુદ્દો છે. તાજેતરનાં વર્ષોમાં, 17 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ ન થવાના કારણે આત્મહત્યા કરી હતી. આ એક મુદ્દો છે જેના પર પ્રાંતના વિરોધી પક્ષો એકમત થઇ રહ્યા છે. 2017 સુધી, તમિલનાડુમાં 12માંના પરિણામના આધારે મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળતો હતો. પરંતુ NEET પરીક્ષાનો પ્રારંભ થતાં રાજ્યના વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બની ગયો છે. રાજ્યમાં આ અંગે સતત વિરોધ જોવા મળી રહ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તમિળનાડુમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તમિળનાડુમાં 234 વિધાનસભા બેઠકો છે. અહીં AIADMK ભાજપ સાથે મળીને જ્યારે DMK કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. બીજી તરફ અભિનેતાથી રાજકારણી બનેલા કમલ હાસન એમએનએમ બનાવીને ચૂંટણી લડી રહ્યા છે.

 

આ પણ વાંચો: West Bengal Election 2021: PM મોદી પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું – શું તમે ભગવાન છો?

આ પણ વાંચો: કોરોના વેક્સિનની અસર પર અભ્યાસ: આ લોકોમાં માત્ર પહેલા ડોઝની અસર થઇ રહી કંઈક આવી અસર

Next Article