Ahmedabad Corporation Election 2021: કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ, MLA પદેથી આપ્યું રાજીનામુ

|

Feb 08, 2021 | 3:46 PM

Ahmedabad Corporation Election 2021: અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે જેને લઈને ધારાસભ્ય પદેથી તેમણે  રાજીનામુ આપી દેતા કોંગ્રેસની છાવણીમાં ખડભળાટ મચી ગયો છે. 

Ahmedabad Corporation Election 2021: અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે જેને લઈને ધારાસભ્ય પદેથી તેમણે  રાજીનામુ આપી દેતા કોંગ્રેસની છાવણીમાં ખડભળાટ મચી ગયો છે.  પક્ષપ્રમુખને મળીને રાજીનામું આપી દીધુ હતું. કાર્યકર્તાઓ સાથે મળીને તે ચર્ચા કરી લીધા બાદ તેમણે આ પગલું ભર્યું હતું. આ મુદ્દે અમિત ચાવડાએ ઇમરાન ખેડાવાલા સાથે ટેલીફોનિક વાતચીત કરીને મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપી રાજીનામુ ન આપવા જણાવ્યું હતું છતા તેમણે આખરે રાજીનામુ આપી જ દીધું હતું.  બહેરામપુરામાં ટિકિટ વહેંચણીને લઈને નારાજ ચાલી રહ્યા હતા ઇમરાન ખેડાવાલા. ખાસ કરી ને બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તીર્મઝી અને નઝમા રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા છે. કોંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવારો ફાઇનલ થયા પછી અન્ય બે ઉમેદવારોને મેન્ડેટ અપાતા નારાજગી સામે આવી છે તેમનો આક્ષેપ પણ રહ્યો છે કે કોઈ નેતાના દબાણમાં આવીને કરવામાં આવેલા નિર્ણયથી તે નાખુશ છે.

Published On - 3:17 pm, Mon, 8 February 21

Next Video