પશ્ચિમ બંગાળમાં જયશ્રી રામના નારા બાદ, વડાપ્રધાન મોદીના કાર્યક્રમને મમતા બેનર્જીના રામ રામ

ભાજપના (bjp) રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને દિલ્લી પરત ફર્યા છે ત્યા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) પશ્ચિમ બંગાળ પહોચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની હલ્દીયાની મુલાકાત સમયે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ અંતર બનાવવાનું નક્કી કર્યુ હોવાનું સામે આવ્યુ છે.

પશ્ચિમ બંગાળમાં જયશ્રી રામના નારા બાદ, વડાપ્રધાન મોદીના કાર્યક્રમને મમતા બેનર્જીના રામ રામ
વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં નહી જાય મમતા બનેર્જી
| Updated on: Feb 07, 2021 | 12:03 PM

પશ્ચિમ બંગાળનો ગઢ સર કરવા માટે ભાજપે, (bjp) રાષ્ટ્રીયસ્તરે ઘડેલી રણનીતી મુજબ જ કામકાજ થઈ રહ્યુ છે. ભાજપના કોઈને કોઈ રાષ્ટ્રીય નેતાઓ, પશ્ચિમ બંગાળમાં ડેરા તંબુ બાંધીને ધામા નાખે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ (j p nadda) પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને દિલ્લી પરત ફર્યા છે ત્યા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) પશ્ચિમ બંગાળ પહોચશે. પશ્ચિમ બંગાળ માટે છેલ્લા 16 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી યાત્રા છે. આ પૂર્વ વડાપ્રધાન 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ભાગ લેવા મોદી પશ્ચિમ બંગાળમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની હલ્દીયાની મુલાકાત સમયે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ અંતર બનાવવાનું નક્કી કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ગત 23મી જાન્યુઆરીએ મમતા બેનર્જી સંબોધન માટે ઉભા થયા ત્યારે લાગેલા જય શ્રી રામના નારાને મમતાએ પોતાના અપમાન સમાન ગણાવ્યુ હતું અને સંબોધન કરવાનુ ટાળ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હલ્દિયામાં તેલ અને ગેસ સહીતની માળખાગત સુવિધાઓનું લોકાર્પણ કરશે.