ફોટા સાથે ચેડા કરીને Rahul Gandhiની એક કલબમાં ઉડાવાઈ મજાક, કાનુની કાર્યવાહી કરવા માંગ

ચંડીગઢની એક ક્લબમાં પાર્ટી દરમિયાન Rahul Gandhi ની મજાક ઉડાવવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રદીપ છાબરા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે

ફોટા સાથે ચેડા કરીને Rahul Gandhiની એક કલબમાં ઉડાવાઈ મજાક, કાનુની કાર્યવાહી કરવા માંગ
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:05 AM

ચંડીગઢ (chandigarh) ની એક ક્લબમાં પાર્ટી દરમિયાન Rahul Gandhi (રાહુલ ગાંધી) ની મજાક ઉડાવવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રદીપ છાબરા દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે, જેમાં ક્લબના માલિક સહિત પાર્ટીમાં સામેલ લોકો પર રાહુલ ગાંધી તેમજ કૉંગ્રેસની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.

તમને જણાવી દઇએ કે 30 જાન્યુઆરી 2021ના રોજ ચંદીગઢના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ -1 માં પ્લે બોય ક્લબ ખાતે યોજાયેલી પાર્ટીમાં એક મહિલા નેતાના ફોટો સાથે ચેડા કરીને રાહુલ ગાંધીનો ચહેરો લગાડી સ્ક્રીન પર દેખાડી મજાક ઉડાવવામાં આવી હતુ. પાર્ટીમાં 200 થી વધુ લોકો ઉપસ્થિત હતા અને મોટા પડદા પર સાડીમાં મહિલાની એક તસવીર બતાવવામાં આવી હતી, આ તસવીરમાં યુવતીનો ચહેરો એડિટ કરીને રાહુલ ગાંધીનો ફોટો મૂકી મજાક ઉડાવવામાં આવી જેને લઇને ચંદીગઢના કોંગ્રેસ અધ્યક્ષ પ્રદીપ છાબરાએ જણાવ્યુ કે આ કૉંગ્રેસની છબીને ખરાબ કરવાનો પ્રયત્ન છે અને આ કેસની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 124 A, 153, 154, 294, 500, 503 R / W કલમ 120-B હેઠળ કેસ નોંધવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Published On - 9:04 am, Thu, 4 February 21