કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા

|

Jul 06, 2019 | 10:13 AM

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએની સંયુક્ત સરકાર સંકટમાં દેખાઈ રહી છે. કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક વિધાનસભાના સ્પીકર ન મળતા ધારાસભ્યો રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય રામલિંગ રેડ્ડીએ કહ્યું કે, હું મારું રાજીનામું સોંપવા આવ્યો છું. કોંગ્રેસની જ ધારાસભ્ય અને મારી દિકરી રાજીનામું આપશે […]

કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા

Follow us on

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએની સંયુક્ત સરકાર સંકટમાં દેખાઈ રહી છે. કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક વિધાનસભાના સ્પીકર ન મળતા ધારાસભ્યો રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય રામલિંગ રેડ્ડીએ કહ્યું કે, હું મારું રાજીનામું સોંપવા આવ્યો છું. કોંગ્રેસની જ ધારાસભ્ય અને મારી દિકરી રાજીનામું આપશે કે નહીં તેના વિશે હું જાણતો નથી. મારા દિકરી એક આઝાદ મહિલા છે.

આ પણ વાંચોઃ CBI કોર્ટે અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન જી.પરમેશ્વરા અને કર્ણાટક રાજ્ય સરકારમાં મંત્રી શિવકુમારે ધારાસભ્યો અને કોર્પોરેટર્સની તાત્કાલીન બેઠક બોલાવી છે. મહત્વનું છે કે, ગત સોમવારના રોજ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ છે. જે બાદ કોંગ્રેસ અને જેડીએના ગઠબંધનની સરકારમાં ધારાસભ્યોની સંખ્યા 116 પર પહોંચી છે. જ્યારે બહુમતી માટે 113 ધારાસભ્યોની જરૂર હોય છે. જો કે અગાઉ બે ધારાસભ્યોએ આપેલા રાજીનામાનો સ્વીકાર થયો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

224 સદસ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 79 ધારાસભ્ય છે જ્યારે જેડીએસ પાસે 37 MLA છે. માયવતીની પાર્ટી બીએસપીના એક ધારાસભ્યની સાથે સરકારના સમર્થનમાં કુલ 116 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. અને બહુમતી માટે 113 ધારાસભ્યોની જરૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article