WEST BENGAL : ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં હિંસામાં 4 લોકોના મૃત્યુ, નંદીગ્રામમાં BJP કાર્યાલય સળગાવાયું

|

May 03, 2021 | 3:35 PM

Violence in West Bengal : મમતા બેનર્જી જ્યાંથી હાર્યા તે નંદીગ્રામમાં BJP ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવવામાં આવી.

WEST BENGAL : ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં હિંસામાં 4 લોકોના મૃત્યુ, નંદીગ્રામમાં BJP કાર્યાલય સળગાવાયું
FILE PHOTO

Follow us on

WEST BENGAL : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા છે, તૃણમૂલ કોંગ્રેસે મોટો વિજય મેળવ્યો છે. પરંતુ ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિંસા (Violence in West Bengal) ફાટી નીકળી છે.મમતા બેનર્જી જ્યાંથી હાર્યા તે નંદીગ્રામમાં BJP ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવવામાં આવી. આ ઉપરાંત આજુબાજુની અન્ય દુકાનોમાં પણ લૂટફાટ કરવામાં આવી અને આગ લાગવાવમાં આવી.

બંગાળના પરિણામો બાદ હિંસાની શરૂઆત થઈ
2જી મે રવિવારે ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ WEST BENGAL નાં જુદા જુદા વિસ્તારોમાં હિંસાનાં (Violence in West Bengal)સમાચાર મળી રહ્યા છે. રવિવારે બંગાળના દુર્ગાપુરમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. દુર્ગાપુર પશ્ચિમના ભાજપના વિજેતા ઉમેદવાર લખને આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકરો આખી રાત બાઇક પર ફરતા હતા અને ભાજપના કાર્યકરોને નુકસાન પહોંચાડતા હતા.

રવિવારે જ હુગલીના અરમબાગમાં હિંસા જોવા મળી હતી. અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ભાજપના કાર્યકરોના ઘરો, દુકાનો ઉપર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ લૂંટ અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનો આક્ષેપ છે કે તેમના કાર્યકરોની બે મોબાઇલ શોપ, કપડાની દુકાન નષ્ટ કરવામાં આવી હતી.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

BJPએ તૃણમુલ પર લગાવ્યો હિંસાનો આરોપ
ભારતીય જનતા પાર્ટીએ તૃણમુલ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જ આ બધું કર્યું છે. માત્ર ભાજપ કાર્યાલય જ નહીં, પરંતુ ઘણી દુકાનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે તોડફોડ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તોડફોડ કરનારા ત્યાંથી ભાગ્યા હતા. આ ઘટના બાદ નંદીગ્રામ માર્કેટ વિસ્તારમાં તણાવ વધ્યો છે.

WEST BENGAL માં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હોવા છતાં, ખુદ મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદીગ્રામમાં ચૂંટણી હારી ગયા છે. ભારતીય ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી સામે મમતા બેનર્જીનો પરાજય થયો છે.

હિંસામાં ચાર લોકોના મૃત્યુ
ચૂંટણીના પરિણામો બાદથી WEST BENGAL માં હિંસા (Violence in West Bengal) થઈ રહી છે. રવિવારથી લઈને અત્યાર સુધીમાં બંગાળમાં હિંસા બાદ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં દક્ષિણ 23 પરગણા, નાદિયામાં BJP કાર્યકર્તા અને વર્ધમાનમાં TMC અને ઉત્તર 24 પરગણામાં ISFના કાર્યકરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ સોમવારે ચૂંટણી બાદ થયેલી હિંસા અંગે રાજ્યપાલને એક મેમોરેન્ડમ આપશે.

આ પણ વાંચો : પ્રશાંત કિશોરની નિવૃત્તિની જાહેરાતથી કેપ્ટન અમરિંદરસિંઘને લાગ્યો ઝટકો, પીકે વગર કેપ્ટનની મુશ્કેલીઓ વધશે ?

Published On - 3:29 pm, Mon, 3 May 21

Next Article