વાડ જ ચીભડા ગળે તો ? લગ્નપ્રસંગે માત્ર 50 જ ભેગા થઈ શકે પણ AMCની સામાન્ય સભામાં 300 એકઠા થશે. નિતી નિયમોના ભંગ અંગે કોની સામે કરાશે કાર્યવાહી ?

|

Jun 24, 2020 | 8:58 AM

નિયમ ઘડનારા માટે નિયમ લાગુ પડે ખરો ? આ સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના વર્તુળમાં. કોરોના વાયરસનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી. જેમાં કયા કયા પ્રંસગોએ, કેટલા લોકો એકત્ર થઈ શકશે તેની સુચનાઓ આપવામાં આવી હતી. સામાન્ય રીતે લગ્ન જેવા શુભ પ્રસંગોએ વધુમા વધુ 50 વ્યક્તિઓ એકત્ર થઈ […]

વાડ જ ચીભડા ગળે તો ? લગ્નપ્રસંગે માત્ર 50 જ ભેગા થઈ શકે પણ AMCની સામાન્ય સભામાં 300 એકઠા થશે. નિતી નિયમોના ભંગ અંગે કોની સામે કરાશે કાર્યવાહી ?
300 people to attend general meeting of AMC

Follow us on

નિયમ ઘડનારા માટે નિયમ લાગુ પડે ખરો ? આ સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના વર્તુળમાં. કોરોના વાયરસનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી. જેમાં કયા કયા પ્રંસગોએ, કેટલા લોકો એકત્ર થઈ શકશે તેની સુચનાઓ આપવામાં આવી હતી. સામાન્ય રીતે લગ્ન જેવા શુભ પ્રસંગોએ વધુમા વધુ 50 વ્યક્તિઓ એકત્ર થઈ શકશે તેવી માર્ગદર્શીકા ઘડી કાઢવામાં આવી છે. આ પ્રકારની ગાઈડલાઈન તમામ સરકારી કે અર્ધ સરકારી કચેરીઓને પણ લાગુ પડે જ. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા માટે કોર્પોરેટર-અધિકારીઓ સહીત કુલ 300નો મેળાવડો આગામી 26મી જૂને મળશે. કોર્પોરેટરો અને અધિકારીઓ એકઠા થશે તો સરકારી નિતી નિયમોનો ભંગ નહી થાય ?  ટાગોર હોલમાં સામાન્ય સભા યોજવા સામે પ્રતિબંધ ના હોય તો અન્ય કાર્યક્રમો ટાગોર હોલમાં યોજવા માટે પ્રતિબંધ કેમ ? આ સવાલ આજે ઠેર ઠેર પુછાઈ રહ્યો છે. સામાન્ય સભાના નામે 300 એકઠા થશે ત્યારે કોની સામે નિતી નિયમના ભંગ બદલ પગલા ભરાશે ? ખુદ કાયદા ઘડનારા જ કાયદાનો ભંગ કરે ત્યારે કેવી કાર્યવાહી કરાશે ?

Next Article