ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ

|

May 28, 2019 | 10:57 AM

ભારતની 17મી લોકસભાની ચૂંટણીમાં વિવિધ પાર્ટીઓએ બોલીવુડના સિતારાઓને પણ ચૂંટણી લડવાનો મોકો આપ્યો હતો. જેમાં કોઈ જીત્યા તો કોઈને હારનો સામનો પણ કરવો પડ્યો. સની દેઓલ અને હેમા માલિની ફરીથી ચૂંટાઈને સાંસદ બન્યા છે.   Web Stories View more બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો 23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ […]

ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ

Follow us on

ભારતની 17મી લોકસભાની ચૂંટણીમાં વિવિધ પાર્ટીઓએ બોલીવુડના સિતારાઓને પણ ચૂંટણી લડવાનો મોકો આપ્યો હતો. જેમાં કોઈ જીત્યા તો કોઈને હારનો સામનો પણ કરવો પડ્યો. સની દેઓલ અને હેમા માલિની ફરીથી ચૂંટાઈને સાંસદ બન્યા છે.

 

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

TV9 Gujarati

 

આ અભિનેતાઓમાં સની દેઓલે ભાજપની તરફથી ચૂંટણી લડી હતી અને તેઓએ જીત હાસિલ કરી છે. તેમના માતા અને જાણીતા અભિનેત્રી હેમા માલિનીએ પણ ભાજપ તરફથી મથુરા લોકસભાની સીટ પરથી પોતાની વિજય પતાકા લહેરાવી દીઘી છે. આ બંને હવે સંસદમાં જશે પણ માતા અને દીકરો એકીસાથે સંસદમાં નહીં બેસી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આની પાછળનું કારણ એ નથી કે બંને વચ્ચે કોઈ વિવાદ છે પણ એ છે કે હેમા માલિની અગાઉ પણ જીતેલાં હોવાથી તે સિનિયર સાંસદ છે અને સની દેઓલ પ્રથમ વખત ચૂંટાયા હોવાથી તે જૂનિયર સાંસદ છે. જે પણ સિનિયર સાંસદ હોય તે સંસદની પ્રથમ હરોળમાં બેસે છે જ્યારે નવા ચૂંટાઈને આવેલાં સાંસદને પાછળ જગ્યા આપવામાં આવે છે. આમ ભલે તેઓ માતા અને દીકરાનો સંબંધ ધરાવતા હોય પણ એકબીજાની સાથે બેસીને સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.

આ પણ વાંચો:  આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

સની દેઓલે પંજાબની ગુરુદાસપુર સીટ પરથી ભાજપમાં જીત મેળવી છે તો હેમા માલિનીએ મથુરા સીટ પર પોતાની વિજય પતાકા લહેરાવી છે. આમ માતા અને દીકરા એકીસાથે સંસંદમાં જવાનો મોકો મળશે પણ તેઓ સદનની કાર્યવાહીમાં એકીસાથે બેસીને ભાગ લઈ શકશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article