
ઢાળ ની પોળ માં આવેલી ખીજડા શેરી માં આવેલી આ હવેલી આશરે 150 વર્ષ જૂની જેનું નામ છે ફ્રેંચ હવેલી.આ હેરિટેજ હવેલી માં મોટા ભાગે વિદેશી લોકો આવી ને રહે છે.

આ તમે જે જોઈ રયા છો તે છે હવેલી માં અથવા પોળ નાં ઘરો માં જોવા મળતો ઘર નાં ચોક ની ઉપર એક આવી જાળી રાખવા માં આવે છે જ્યાં થી વરસાદી પાણી સીધું ઘર માં આવે અને ઘર માં બનાવેલા ટાંકા માં ઉતરે છે. હવેલી નો અર્થ એ હોય છે કે હવા ની દિશા ચારે તરફ થી તમારા ઘર માં મળતી હોય તેવા ઘર ને આપને હવેલી તરીકે ઓળખીયે છીએ.

આ પાણી સ્ટોર કરવા માટે બનાવવા માં આવેલો ટાંકો છે જે વારસો જૂનો છે આ પાણી માં લીલ જોવા નથી મળતી કે જીવાત પણ નથી હોતી આ ટાંકો બનાવવા માટે લાઈન પ્લાસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટાંકા ની બહાર નું લેયર છે એ ફાઇન લાઈન નું હોય છે અને જે એક એન્ટી સેફ્ટિક તરીકે કામ કરે છે એટલે પાણી લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે.

અહી એક સુંદર ડાઇનિંગ ટેબલ છે.ઉપર જૂના જમાનામાં વાપરતા હતા તેવા લાઈટ વાળા અદભુત પંખા લગાવવા માં આવ્યા છે પોળ ની દુકાનો માંથી ખરીદાયેલી સામગ્રી નું ભોજન અથવા તો બહાર થી મંગવેલું ભોજન અહી માણી શકાય છે.

અહી રહેવા માટે બધા અલગ અલગ રૂમો છે દરેક રૂમ ની બહાર અને અંદર આંખો ને ગમે એવી સરસ ડિઝાઇન તૈયાર કરવા માં આવી છે રૂમ માં ઠંડક નો અનુભવ પણ થાય છે.