
શિયાળામાં તમે મેથી, મૂળા અથવા પાલકના બનેલા પરાઠા ખાઈ શકો છો આ સિવાય જે હાઈ ફાઈબર વારા શાકભાજીનું પણ સ્ટફિંગ બનાવી શકો છો જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સામગ્રીઓમાંથી બનાવેલા પરાઠા ખાવાથી વજન વધવાનો ડર નથી રહેતો.

પરાઠા બનાવવા માટે એકલા ઘઉંના લોટને બદલે તમામ બાજરીનો લોટ બેસન જેવા લોટને એડ કરીને લોટ બાંધો. લોટમાં પણ ફાઈબર હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ ઘઉંના લોટમાં ગ્લુટેન હોય છે ત્યારે તેની સાથે ગ્લુટેન ફ્રી લોટ જેમ કે બાજરીનો લોટ એડ કરો અથવાતો તમે એકલા ગ્લુટન ફ્રી લોટ જેવા કે જુવાર, બાજરીના લોટનો ઉપયોગ કરી શકો છો.

લોટ બાંધતી વખતે સોફ્ટનેસ માટે તેમાં મોવણમાં તેલના બદલે ખાટા દહીંનો ઉપયોગ કરો. ખાટું દહીં પ્રોબાયોટિક છે. તે પાચન સ્વાસ્થ્યને સુધારવામાં, ચયાપચયને વેગ આપવામાં મદદ કરે છે. આનાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે.

લોટ બાંધતી વખતે તેમાં મીઠું ઉમેરો અને 1/2 ચમચી અજમો પણ ઉમેરો. તે પાચનમાં મદદ કરે છે. આ રીતે પરાઠા બનાવવાથી ગેસ અને હાર્ટબર્નની સમસ્યાથી સરળતાથી બચી શકાય છે.
