Year Ender 2021 : ‘પુષ્પા’ થી ‘માસ્ટર’ સુધીની ફિલ્મે બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી, જુઓ કંઈ-કંઈ ફિલ્મ છે સામેલ

|

Dec 31, 2021 | 1:50 PM

આ વર્ષે દક્ષિણની ઘણી ફિલ્મોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આવો જાણીએ આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મો વિશે જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે.

1 / 6
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંડન્નાની (Rashmika Mandana) ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa: The Rise) બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મ 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો મેકર્સને થઈ રહ્યો છે. પુષ્પાએ 200 કરોડથી વધુની કમાણી કરી છે.

2 / 6
લવ સ્ટોરી (Love Story) એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સિમ્પલ લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા અને બોક્સ ઓફિસ પર 50 કરોડથી વધુની કમાણી કરી હતી.

3 / 6
અભિનેતા પવન કલ્યાણે રાજકારણમાં જોડાયા બાદ ફિલ્મો છોડી દીધી હતી અને ફરી એકવાર વકીલ સાબ સાથે પડદા પર પાછા ફર્યા હતા. વકીલ સાબ પિંક ફિલ્મની હિન્દી રિમેક છે. પવન કલ્યાણની એક્ટિંગ ફરી એકવાર લોકોને સિનેમાઘરોમાં લઈ આવી. આ ફિલ્મે 90 કરોડની કમાણી કરી હતી.

4 / 6
માસ્ટર  ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે જેમાં સુપરસ્ટાર વિજયસેતુપતિ લીડ રોલમાં છે. વિજય સેતુપતિ આલ્કોહોલિક પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 135 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેની જોરદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા.

5 / 6
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની (Rajnikanth) ફિલ્મ 'અન્નતે' બ્લોક બસ્ટર હિટ રહી હતી. આ ફિલ્મે 250 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ માટે રજનીકાંતે મેકર્સ પાસેથી માત્ર 50 ટકા ફી લીધી હતી. 'અન્નતે'માં ભાઈ-બહેનનો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત કૃતિ સુરેશ લીડ રોલમાં હતી.

6 / 6
'જય ભીમ' (Jai Bheem) તમિલનાડુના આદિવાસી સમુદાય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ 4 નવેમ્બર 2021ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું બજેટ 10 કરોડથી વધુ હતું અને સાઉથના સુપરસ્ટાર સૂર્યાએ ફિલ્મમાં જસ્ટિસ ચંદ્રુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મે તેની કિંમત કરતા અનેકગણી કમાણી કરી હતી.

Next Photo Gallery