
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને અમારા સહયોગી દેશો આ બિનજરૂરી આક્રમકતા માટે રશિયા પર ઝડપી અને આકરા પ્રતિબંધો લાદશે.

તેના વિરુદ્ધ દેશોમાં દેખાવો શરૂ થઈ ગયા છે. લોકો બેનરો અને પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે અને રશિયાના આ પગલાની નિંદા કરી રહ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પહેલા દિવસ બાદ મૃત્યુઆંક 137 પર પહોંચી ગયો છે.

મોસ્કોના પુશ્કિન સ્ક્વેર ખાતે હજારો લોકો એકઠા થયા હતા. તેમના હાથમાં 'નો ટુ વોર' ના નારા સાથે બેનરો અને પોસ્ટરો હતા.