
નોકિયા દ્વારા 2003માં ગેમ લવર્સ માટે ખાસ આ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે વિવિધ શેપ અને ડિઝાઈન વાળા ફોનનું ચલણ હતું. જ્યારે આજે ફીચર્સ બેઝડ્ મોબાઈલ ચલણમાં છે. તે સિવાય 2002માં નોકિયા દ્વારા 7600 જીએસએમ ફોન લોન્ચ કરાયો હતો. જેને કાજુકતરી જેવો યુનિક શેપ આપવામાં આવ્યો હતો.

હાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને 5G નેટવર્ક ધરાવતાં ફોનનો જમાનો છે. જ્યારે આગામી બેથી ત્રણ વર્ષમાં 6G નેટવર્ક વાળા ફોન પણ માર્કેટમાં આવશે. આજે દરેક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો એવો પગપેસારો થયો છે કે તેના પર સમય જતાં કંટ્રોલ નહીં કરાય તો તે માનવજાત માટે ખતરારૂપ સાબિત થશે.