આ છે દુનિયાનું સૌથી મોટું ભૂતિયા ઘર ! જ્યાં 10 કલાક વિતાવી લીધા તો મળશે લાખોનું ઈનામ
ભૂત એક એવો શબ્દ છે જેને સાંભળીને જ ઘણા લોકોને પરસેવો છૂટવા લાગે છે. ત્યારે જો તમને વિશ્વના સૌથી મોટા ભૂતિયા ઘરમાં છોડી દેવામાં આવે તો તમારી હાલત શું થાય ? આજે અમે તમને આ લેખમાં વિશ્વના સૌથી ડરામણા ઘર વિશે જણાવીશું. જ્યાં 10 કલાક વિતાવી લીધા તો તમને લાખોનું ઈનામ મળશે.
1 / 7
ભૂત એક એવો શબ્દ છે જેને સાંભળીને જ ઘણા લોકોને પરસેવો છૂટવા લાગે છે. ત્યારે જો તમને વિશ્વના સૌથી મોટા ભૂતિયા ઘરમાં છોડી દેવામાં આવે તો તમારી હાલત શું થાય ? આજે અમે તમને આ લેખમાં વિશ્વના સૌથી ડરામણા ઘર વિશે જણાવીશું.
2 / 7
અમેરિકાના ટેનેસીમાં એક એવું ઘર છે જે દુનિયાના સૌથી ડરામણા ઘરોમાંનું એક માનવામાં આવે છે. આ ઘરનું નામ McCamey Manor છે. આ ઘર એટલી હદે ડરામણું છે કે જો લોકો અહીં 10 કલાક વિતાવે તો મોટું ઈનામ આપવામાં આવે છે.
3 / 7
આ ઘરની મુલાકાત લેનારા લોકોનું કહેવું છે કે, આ ઘરમાં એટલી હદ સુધી ત્રાસ આપવામાં આવે છે કે તેમના નખ પણ ખેંચી લેવામાં આવે છે.
4 / 7
એટલું જ નહીં, અહીં આવનારા લોકોના દાંત પણ ખેંચી લેવામાં આવે છે. કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભૂતિયા ઘરમાં આવતા લોકો પર બળાત્કાર થાય છે અને તેમની સામે હત્યાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
5 / 7
આ ઘરમાં રહેવા માટે એક સ્પર્ધા યોજાય છે, જેમાં 10 કલાક રોકનારને 15,300 ડોલરનું ઈનામ આપવામાં આવે છે, જે લગભગ 13 લાખ રૂપિયા આપવામાં આવે છે.
6 / 7
ભાગ લેતા પહેલા લોકોને 100 સંભવિત ભયાનક ઘટનાઓની સૂચિ આપવામાં આવે છે. આ અનુભવ મોટાભાગના લોકો માટે ઘણો વધારે સાબિત થાય છે. આ ઘર એટલું ડરામણું છે કે લોકો માત્ર 8 મિનિટમાં જ ધર છોડી દે છે.
7 / 7
આ સ્પર્ધા જીતવાના ચક્કરમાં ઘણા લોકોએ 10 કલાક સુધી અસહ્ય ત્રાસ સહન કર્યો છે. ઘણા લોકોએ તેને બંધ કરાવવા માટે અરજી પણ કરી, કારણ કે પૈસાના ભૂખ્યા અને પાગલ લોકો આ રોકડ એવોર્ડ મેળવવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. (Image - Pixels)