
આ ફોનની કિંમત 48.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 395 કરોડ રૂપિયા છે. આ ફોન બનાવવા માટે ફાલ્કન સુપરનોવાએ iPhone 6 ને કસ્ટમાઇઝ કર્યો છે. એપલે વર્ષ 2004માં iPhone 6 લોન્ચ કર્યો હતો. ફાલ્કન સુપરનોવાએ iPhone 6 ને 24 કેરેટ સોનાથી સજાવ્યો છે. તેની સાથે તેની પાછળની પેનલમાં એક મોટો ગુલાબી રંગનો ડાયમંડ લગાવવામાં આવ્યો છે.

વાત અહીં પૂરી નથી થતી. કંપનીએ તેને પ્લેટિનમથી કોટેડ પણ કર્યું છે. આ ફોનમાં યુઝર્સની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુઝરની માહિતી પ્રોટેક્ટ કરવા માટે હેક પ્રિવેન્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પિંક ડાયમંડ ફાલ્કન સુપરનોવાનો આ ફોન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે છે. જે દુનિયાનો સૌથી મોંઘો ફોન છે.
Published On - 11:31 pm, Wed, 29 November 23