
તમને જણાવી દઈએ કે, આ બિસ્કિટ જેમ્સ ફેનવિક નામના વ્યક્તિ પાસે હતું. જ્યારે ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે ફેનવિકનું જહાજ પણ દરિયામાં હતું. જ્યારે તેમના જહાજને ટાઇટેનિકના ડૂબવાના સમાચાર મળ્યા ત્યારે આ જહાજ ટાઇટેનિકના રાહત કાર્યમાં તૈનાત કરવામાં આવ્યું હતું. ફેનવિકને ત્યાંથી આ બિસ્કીટ મળી આવ્યું હતું.

ફેનવિકે આ બિસ્કીટને સ્મૃતિ તરીકે રાખ્યું હતું. આજે આટલા વર્ષો પછી જ્યારે આ બિસ્કીટની હરાજી થઈ ત્યારે તેની કિંમત લાખો રૂપિયા ઉપજી છે. તાજેતરમાં જ્યારે આ બિસ્કિટની હરાજી કરવામાં આવી ત્યારે એક ખરીદદારે તેના માટે 31,800 ડોલરની બોલી લગાવી હતી. જે ભારતીય રૂપિયામાં અંદાજે 26 લાખ રૂપિયા થાય છે.

આ હરાજી બ્રિટનમાં થઈ હતી. હરાજી કરનારાઓએ લાગતું હતું કે આ બિસ્કિટની કિંમત મહત્તમ 21000 ડોલર સુધી જઈ શકે છે. પરંતુ જ્યારે આ બિસ્કિટ હરાજી માટે આવ્યું ત્યારે લોકોએ તેને ખરીદવા માટે સ્પર્ધા શરૂ કરી અને અંતિમ બોલી 31,800 યુએસ ડોલર લાગી હતી.