જામનગરમાં વિશ્વની સૌથી લાંબી બોલપેન બનાવવામાં આવી, જુઓ Photos
ગણેશ ઉત્સવની ભકિતભાવ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગરમાં ગણેશ ઉત્સવમાં વિશ્વની સૌથી મોટી બોલપેન તૈયાર કરવામાં આવી છે. વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જામનગરમાં બેડી ગેઈટ નજીક શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં વિશ્વની સૌથી મોટી 24.6 ફુટ લાંબી બોલપેન બનાવવામાં આવી છે.