
વિશ્વ એઇડ્સ દિવસ પર આયોજિત આ રેલીમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી, એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેશ ગોપાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મેડિકલ અને અન્ય કોલેજોના વિધાર્થીઓ, એન.એસ.એસ આરોગ્ય કર્મચારીઓ, દિવ્યાંગ ભાઈઓ-બહેનો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.