આહિર સમાજના ફુલેકામાં મહિલાઓનો સોનાનો શણગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર, સોનાના આભૂષણો જોઈ લોકોની આંખો થઈ ગઈ પહોળી- જુઓ તસ્વીરો
આહિર સમાજના લગ્નના ફુલેકામાં પરંપરાગત વસ્તુઓ સાથે સોનાનો શણગાર અને શસ્ત્રોનો શણગાર આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે. સોનાના મોટા સેટ અને મોટા હાર આકર્ષણનું કેન્દ્ર બન્યા. આહિર સમાજની મહિલાઓ સોનાના આભૂષણો સાથે દીપી ફુલેકામાં અલગ જ પ્રકારે દીપી રહી હતી અને સૌનુ ધ્યાન તેમના તરફ જ ખેંચાઈ રહ્યુ હતુ.
1 / 8
રાજકોટમાં આહિર સમાજના લગ્ન દરમિયાન ફુલેકુ નીકળ્યુ જે સહુ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ. આહિર સમાજના ભાઈઓ અને બહેનો સોનાના મોટા-મોટા આભૂષણો સાથે દીપી રહ્યા હતા. ત્યારે સહુ કોઈની નજરો તેમના પરથી હટતી ન હતી
2 / 8
રાજકોટમાં રજવાડી ઠાઠમાઠ સાથે નીકળ્યું લગ્નનું ફુલેકુ, મહિલા-પુરૂષોના સંસ્કૃતિક પહેરવેશ સાથે રાજકોટના અમીનમાર્ગ અને કાલાવડ રોડ પર આ ફુલેકું ફર્યું હતું.
3 / 8
આ ફુલેકામાં મહિલાઓ અને પુરૂષો પોતાના ભાતીગળ પોષાકમાં જોવા મળ્યાં હતાં. આ સાથે જ મહિલાઓએ અને પુરૂષોએ 200 કિલો જેટલુ સોનુ પહેર્યુ હતું. જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
4 / 8
રાજકોટના કોટેચા ચોક પાસે આવેલી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ પાસેથી આ ફુલેકુ નીકળ્યું હતું. ત્યારે રસ્તા પર જતા લોકો એ આ ફુલેકું જોયું હતું.
5 / 8
આ લગ્ન સમારંભમાં પરંપરા જાળવી રાખવા માટે ગુરુવારે ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજની મહિલાઓએ ફેશનેબલ કપડા પહેરવાને બદલે પરંપરાગત વસ્ત્રો પહેરીને સમાજની ઓળખ એવા સોનાના ઘરેણાથી સજ થઈ ગરબા રમ્યા હતા.
6 / 8
આ મહિલાઓએ પહેરેલા ઘરેણા સોનાના કુલ વજન 200 કિલોથી પણ વધુ છે ભારે વજનના ઘરેણા પહેરીને પણ તેઓએ ગરબે રમ્યા હતા.
7 / 8
મહિલાઓ અને પુરૂષોએ સાંસ્કૃતિક પોષાક અને 200 કિલો ઘરેણા સાથે રાસની રમઝટ બોલાવી હતી.
8 / 8
આ ફૂલેકામાં બોમ્બેથી 150થી વધુ ઢોલ નગારા સાથે ઘોડા અને બગીઓ સાથે ફુલેકુ નીકળ્યું હતું. ત્યારે આ નજારો જોઈને સૌ કોઈ અભિભુત થઈ ગયા હતા અને સૌની નજરો તેમના પર જ ટકેલી હતી.