
ચિયા સીડ્સ: તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમજ તેના સેવનથી હાડકા મજબૂત બને છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. ચિયાના બીજને રાત્રે પલાળી રાખો અને સવારે નાસ્તામાં તેની સ્મૂધીનું સેવન કરો.

ઇંડા; હાડકાં ઉપરાંત, તેમાં સ્નાયુઓને મજબૂત કરવાના ગુણ પણ છે. તેમજ ઈંડામાં રહેલા કોલિનથી મગજને સ્વસ્થ રાખી શકાય છે. જે મહિલાઓ ઈંડા ખાવાનું પસંદ કરે છે તેઓ દરરોજ નાસ્તામાં બે બાફેલા ઈંડા લઈ શકે છે.