
વર્ષ 2002માં પ્રકાશમાં આવેલા આ કેસમાં રામ રહીમ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 511 અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. 25 ઓગસ્ટે પંચકુલાની સીબીઆઈ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. ડેરા સમર્થકોની હિંસાને જોતા આ વખતે સજા અંગેનો નિર્ણય સાંભળવા માટે રોહતક જેલમાં જ કોર્ટની રચના કરવામાં આવી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

તમને જણાવી દઈએ કે વર્ષ 2002માં ડેરા આશ્રમમાં રહેતી એક સાધ્વીએ એક પત્ર દ્વારા ડેરા પ્રમુખ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ પર વર્ષ 2001માં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ 2007માં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)