
ઘરનો વિવાદ એટલો વધી જતા પોતાના સગા પુત્રએ પિતાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. વિજયપતને મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા આલીશાન જેકે હાઉસમાંથી બહાર કાઢ્યા હતા. તેને ભાડાના મકાનમાં રહેવા મજબૂર કરવામાં આવ્યા.

રેમન્ડના ફાઉન્ડર વિજયપત સિંઘાનિયાએ પોતે પણ ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે, તેણે આખા બિઝનેસનું નામ પોતાના પુત્રના નામે કરીને મોટી ભૂલ કરી છે. પુત્રએ પિતા પાસેથી માત્ર ઘર જ નહીં પરંતુ કાર અને પછી ડ્રાઈવર પણ છીનવી લીધા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ પિતા વિજયપતે મલબાર હિલ્સમાં તેમના ડુપ્લેક્સ ઘર પર પોતાનો અધિકાર માંગ્યો હતો, ત્યારથી બંને વચ્ચે વિવાદ વધતો ગયો હતો.

હવે વિજયપતે એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રને લોભી અને ઘમંડી ગણાવ્યો છે. તેણે કહ્યું કે તેનો પુત્ર તેને રસ્તા પર જોઈને ખુશ થાય છે. તમામ મિલકત પોતાના પુત્રને સોંપવી તેની જીંદગીની સૌથી મોટી ભૂલ હતી.
Published On - 4:52 pm, Thu, 30 November 23