
સૂર્યનો વ્યાસ લગભગ 1.39 મિલિયન કિલોમીટર છે, જે પૃથ્વીથી લગભગ 109 ગણો મોટો છે. સૂર્યનું આ કદ સ્થિર છે, તેમાં વધારો-ઘટાડો થતો નથી.

જ્યારે સૂર્ય સવારે અને સાંજના સમયે આકાશમાં ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે તે મોટો દેખાય છે. જેને આપણે હોરાઇઝન ઇલ્યુઝન અથવા સનસેટ ઇલ્યુઝન પણ કહીએ છીએ.

જ્યારે સૂર્ય ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે તેના કિરણો પૃથ્વીના વાતાવરણીય સ્તરમાંથી લાંબા અંતરે જાય છે અને સૂર્યપ્રકાશ વધુ ફેલાય છે, જેના કારણે તે વધુ લાલ, નારંગી અથવા ગુલાબી દેખાય છે. (Image - Freepik)