
આમ ખરેખર રોકિંગ સેન્સેશનને કારણે થાય છે. બાળક પારણામાં ઝૂલતી વખતે જલ્દી ઉંઘી જાય છે અને જ્યારે નાનું બાળક ઉંઘતો નથી, ત્યારે તેને ખોળામાં હલાવવામાં આવે છે, જેનાથી તે ઉંઘી જાય છે. એ જ રીતે, જ્યારે તમારું શરીર થોડું હલે છે, ત્યાર તમને ઉંઘ આવવાનું શરૂ થઇ જાય છે.

જ્યારે તમે સમાન પ્રવાહમાં થોડું હલતા રહો છો, ત્યારે તેને રોકિંગ સેન્સેશન કહેવાય છે. આ તમારા મગજ પર સિંક્રનાઇઝિંગ અસર ધરાવે છે અને તમે ધીમે ધીમે સ્લીપિંગ મોડમાં જાઓ છો. તેને સ્લો રોકિંગ પણ કહેવામાં આવે છે.

કહેવાય છે કે આના કારણે મનમાં ઉંઘવાની ઇચ્છા ઉભી થવા લાગે છે અને ધીરે ધીરે ઉંઘ આવે છે. વળી, એક સંશોધનમાં લોકોને વિવિધ પ્રકારના પલંગ પર સૂવા માટે કહેવામાં આવ્યુ હતુ, જેમાં સામે આવ્યુ હતુ કે હિંચકાની જેમ હલતા બેડ પર વ્યક્તિને જલ્દી ઉંઘ આવે છે.