
ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું તો એક્સપર્ટ જણાવે છે કે તમારે તેમાં રીમાઇન્ડર સૂચનો સેટ કરવું જોઈએ. જેથી જો તમે કદાચ મેસેજ જોવાનું કે રિપ્લાય આપવાનું ભૂલી જાવ તો ફ્રી સમયમાં તમને તમારા મોબાઈલ ફોનમાં સેટ કરેલું રિમાઈન્ડર તમને તે યાદ કરવી શકે.

આ સાથે એક્સપર્ટ જણાવે છે કે જો તમે ડેટિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો તો દિવસમાં એકવાર તે એપ્લિકેશનને ખોલીને રોજની ગતિવિધિઓ જરુરથી ચેક કરો કારણ કે ઘણી વખત મેચ રિક્વેસ્ટ કે મેસેજ આવ્યો હોય અને તમે ઘણા દિવસો શુધી એપ ખોલો નહીં તો તે નિરાશ થઈ રિક્વેસ્ટ પાછી લઈ લે છે કે મેસેજ ડિલિટ કરી દે છે એ સમજીને કે તમે તેમનામાં ઈન્ટ્રસ્ટેડ નથી.