ફ્લાઈટમાં ફોનને સ્વીચ ઓફ કે ફ્લાઇટ મોડમાં કેમ રાખવાનું કહેવામાં આવે છે, પ્લેન સાથે શું છે કનેક્શન ?

|

Jan 15, 2022 | 9:52 AM

હવાઈ મુસાફરી દરમિયાન ડિવાઇસને સ્વિચ ઓફ (Switch off) અથવા ફ્લાઇટ મોડ (Flight mode) પર રાખવાની સલાહ આપવામાં આવે છે, ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કહેવામાં આવે છે. જાણો આનું કારણ...

1 / 5
સ્માર્ટફોનમાં આપેલા ફીચર 'એરપ્લેન મોડ' અથવા 'ફ્લાઇટ મોડ' વિશે તમે સાંભળ્યું જ હશે. ઘણાયુઝર્સ તેનો ઉપયોગ કૉલ્સથી અંતર બનાવવા માટે પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં તે હવાઈ મુસાફરીમાં ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હવાઈ ​​મુસાફરી દરમિયાન ડિવાઇસને ફ્લાઇટ મોડ પર અથવા સ્વિચ ઑફ કરવાની સલાહ આપવામાં આવે છે, ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કહેવામાં આવે છે. જાણો, આનું કારણ.  (PS: Guardian)

2 / 5
સામાન્ય રીતે, આવા ડિવાઇસ અને મોબાઇલ ટાવર વચ્ચે સિગ્નલનું ટ્રાન્સમિશન હોય છે. આ રેડિયો સિગ્નલો હવાઈ મુસાફરી દરમિયાન પણ ચાલુ રહે છે. તેથી, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવાઈ મુસાફરી કરતા પહેલા ફોનને સ્વિચ ઓફ કરી દે અથવા તેને ફ્લાઇટ મોડમાં રાખે. આ કર્યા પછી સિગ્નલનું પ્રસારણ અટકી જાય છે. (PS: Pexels)

3 / 5
બ્રિટાનીકા વેબસાઈટ અનુસાર, મોટાભાગની એરલાઈન્સનું માનવું છે કે આ રેડિયો સિગ્નલની  વિમાનમાં રહેલા સાધનો, સેન્સર્સ, નેવિગેશન અને અન્ય ઘણી મહત્વપૂર્ણ સિસ્ટમોને અસર કરી શકે છે, તેથી ફોનને ફ્લાઇટ મોડમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આ જોખમ ઘટે છે. (PS: hellotech)

4 / 5
જો કે આધુનિક એરક્રાફ્ટમાં ઉપયોગમાં લેવાતા સંવેદનશીલ ઈલેક્ટ્રોનિક સાધનોને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તે રેડિયો ફ્રીક્વન્સીથી પ્રભાવિત ન થઈ શકે, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ કરવામાં આવે છે. બ્રિટાનિકાના રિપોર્ટ અનુસાર, 2000માં સ્વિટ્ઝર્લેન્ડ અને 2003માં ન્યૂઝીલેન્ડમાં એર ક્રેશનું કારણ મોબાઈલ ફોન ટ્રાન્સમિશન હોવાનું માનવામાં આવતું હતું. (PS: Pexels)

5 / 5
ચીનમાં આ અંગે કડક નિયમો છે. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશને હવાઈ મુસાફરીને લઈને કડક નિયમો  છે. અહીં, ફ્લાઇટ દરમિયાન ઇલેક્ટ્રોનિક ડિવાઇસને બંધ ના કરવા પર  દંડ અથવા જેલ પણ થઈ શકે છે. (PS: Pexels)

Next Photo Gallery