પોલીસના યુનિફોર્મમાં દોરી કેમ લગાવવામાં આવે છે ? તેનો ઉપયોગ શું છે ?

|

Oct 01, 2024 | 7:45 PM

દેશના તમામ રાજ્યોમાં અલગ-અલગ પોલીસ દળો છે, જે રાજ્ય સરકાર હેઠળ કામ કરે છે. કેટલાક રાજ્યોમાં પોલીસનો યુનિફોર્મ પણ અલગ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પોલીસના ખભા પર દોરી કેમ હોય છે ? આજે અમે તમને આ લેખમાં પોલીસ યુનિફોર્મમાં દોરી કેમ હોય છે અને તેનું કામ શું છે. તેના વિશે જણાવીશું.

1 / 7
દેશના તમામ રાજ્યોમાં અલગ-અલગ પોલીસ દળો છે, જે રાજ્ય સરકાર હેઠળ કામ કરે છે. કેટલાક રાજ્યોમાં પોલીસનો યુનિફોર્મ પણ અલગ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પોલીસના ખભા પર દોરી કેમ હોય છે ?

2 / 7
હકીકતમાં આ દોરી નથી. તેને લેનીયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે અધિકારીની સેવા અથવા રેન્કના આધારે વિવિધ કદ અને વિવિધ રંગની હોય છે.

3 / 7
પોલીસ ઉપરાંત ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો સહિત તમામ સુરક્ષાકર્મીઓના ગણવેશમાં લેનીયાર્ડ હોય છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં ગેઝેટેડ ઓફિસરોના યુનિફોર્મની લેનીયાર્ડ સામાન્ય રીતે કાળી હોય છે.

4 / 7
જ્યારે આનાથી નીચેના ક્રમાંકિત અધિકારીઓની લેનીયાર્ડ ખાખી હોય છે, જો કે આ રંગ વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. સૈન્યના જવાનો કેવા રંગની લેનીયાર્ડ પહેરશે તે સંબંધિત રેજિમેન્ટ પર આધાર રાખે છે.

5 / 7
આ દોરી સાથે એક સીટી બાંધેલી હોય છે, જે તેમના શર્ટના આગળના ખિસ્સામાં રાખવામાં આવે છે. એટલે કે સીટી લગાવવા માટે દોરીનો ઉપયોગ થાય છે. કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસ અથવા અન્ય સુરક્ષા કર્મચારીઓ આ સીટીનો ઉપયોગ કરે છે.

6 / 7
જો કોઈ પોલીસકર્મીને ઈમરજન્સીમાં કોઈ વાહન રોકવું હોય અથવા તેને ઈમરજન્સીમાં તેના કોઈ સાથી પોલીસકર્મીને જાણ કરવી હોય તો તેઓ આ સીટીનો ઉપયોગ કરે છે.

7 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15મી સદીના અંતમાં ફ્રેન્ચ સૈનિકો અને જહાજો પર કામ કરતા કર્મચારીઓ દ્વારા લેનીયાર્ડ એટલે કે દોરીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. (Image - Getty Images)

Next Photo Gallery