
શરીરમાં જોવા મળતા હોર્મોન્સ રડવા માટે જવાબદાર હોય છે. સંશોધન મુજબ, પુરુષોની અંદર એક હોર્મોન હોય છે જે તેમને સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી અને મજબૂત બનાવે છે. આ હોર્મોનનું નામ ટેસ્ટોસ્ટેરોન છે. આ હોર્મોન પુરુષોને રડતા અને ભાવનાત્મક થવાથી અટકાવે છે.

આ ઉપરાંત એક સંશોધનમાં, હોલેન્ડના એક પ્રોફેસરે પુરુષોમાં ઓછા આંસુ પાછળ પ્રોલેક્ટીન હોર્મોનને કારણભૂત ગણાવ્યું છે. હકીકતમાં પ્રોલેક્ટીન હોર્મોન વ્યક્તિને ભાવનાત્મક બનાવે છે અને તેને પોતાની જાતને વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

માહિતી અનુસાર પુરુષોમાં પ્રોલેક્ટીન હોર્મોન લગભગ નહિવત્ છે અને સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધુ છે. એટલા માટે તેમની અંદર વધતા હોર્મોન્સને કારણે સ્ત્રીઓ વધુ રડે છે અને વધુ ભાવનાશીલ બને છે. તો પુરુષોમાં રહેલો પુરુષત્વ હોર્મોન તેમને રડતા અટકાવે છે. (Image - pexels)