
પાયલોટે કહ્યું કે જો તમે પ્લેન ઉડતી વખતે તમારા ફોનમાં એરપ્લેન કે ફ્લાઈટ મોડ સેટ નહીં કરો તો ન તો પ્લેન આકાશમાંથી પડશે અને ન તો પ્લેનની ઓનબોર્ડ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાશે. પરંતુ એવી સંભાવના છે કે જો તમારો ફોન ચાલુ રહે છે અને તે ટાવર્સના નેટવર્ક સાથે કનેક્ટ છે, તો તે પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેના રેડિયો સંચારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

પાયલોટે કહ્યું કે જો પ્લેનમાં 100 કે 150 લોકો સવાર હોય તો કેટલાક લોકો એવા પણ હોઈ શકે છે જેમના ફોન રેડિયો ટાવર સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટફોનમાંથી આવતા રેડિયો તરંગો પાયલટના હેડસેટમાં રેડિયો તરંગોને ખલેલ પહોંચાડી શકે છે અથવા તેમની દિશા બદલી શકે છે. આ કારણે મુસાફરોને ટેક ઓફ કરતા પહેલા તેમના મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડ પર રાખવાનું કહેવામાં આવે છે.
Published On - 11:48 am, Thu, 12 December 24