પૂજા-આરતી સમયે કેમ પાડવામાં આવે છે તાળી ? ક્યારથી થઈ તાળી પાડવાની શરુઆત ? જાણો તેના ફાયદા
શ્રીમદ ભાગવત અનુસાર, ભજન-કીર્તનમાં તાળીઓ પાડવાની પ્રથા ભક્ત પ્રહલાદ દ્વારા શરૂ કરવામાં આવી હતી, કારણ કે જ્યારે તે ભગવાનના ગુણગાન ગાતા હતા, ત્યારે તે જોરથી તાળીઓ પાડતા હતા. તેને જોઈને અન્ય લોકો પણ તેની જેમ તાળીઓ પાડવા લાગ્યા. આપણે કોઈ પણ મંદિરમાં જોઈએ છીએ કે પૂજા દરમિયાન ભક્તો તાળીઓ પાડે છે. આમ કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે.