
થિયરી કહે છે કે, આંખો દેખાવાનું કારણ માનવીના પૂર્વજો પર્યાવરણમાં કેવી રીતે રહેતા હતા તેના પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, ઠંડા અને ગરમ સ્થળોએ જન્મેલા મનુષ્યના પૂર્વજોની આંખો પર તેની સીધી અસર પડી છે. ઠંડી, અલ્ટ્રાવાયોલેટ કિરણો અને રણ વિસ્તારની ગરમીની અસર આંખો પર પડે છે, જેના કારણે તેનો આકાર બદલાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મનુષ્યના પૂર્વજો જ્યાં રહેતા હતા ત્યાંનું વાતાવરણ કેવું હતું, તેની સીધી અસર માત્ર તેમની આંખો પર જ નહીં, પરંતુ શરીરના અન્ય ભાગો પર પણ પડે છે. જે જનીન દ્વારા પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે.