
વિલિસ કહે છે કે, આકાશમાં મુસાફરી દરમિયાન પ્લેનની બહાર અને અંદર બંને જગ્યાએ હવાનું ઘણું દબાણ હોય છે. લંબગોળ બારીઓના કારણે ફ્લાઇટ દરમિયાન હવાના દબાણમાં વારંવાર ફેરફાર થવાને કારણે બારીઓને નુકસાન થવાનું જોખમ નહિવત્ રહે છે. આ સિવાય પ્લેનની સ્પીડ વધવાથી અને વધુ ઊંચાઈ પર ઉડવાને કારણે આ દબાણ વધુ બને છે.

વર્ષ 1950 પહેલા વિમાનો ધીમી ગતિએ ચાલતા હતા. જેના કારણે ઇંધણ વધુ મોંઘુ હતું અને ખર્ચ પણ વધુ હતો. વિમાનમાં મુસાફરી કરવાનું ચલણ વધતાં એરલાઈન્સ કંપનીઓએ ઈંધણને કારણે ખર્ચ ઘટાડવા માટે પોતાની સ્પીડ વધારી દીધી. ગતિમાં વધારો થતાં વધેલા દબાણને ઘટાડવા માટે લંબગોળ બારીઓ બનાવવામાં આવી. આ માટે બીજું કારણ સામે આવ્યું છે. લંબગોળ વિન્ડો ચોરસ વિન્ડો કરતાં વધુ સુંદર લાગે છે. આ તેમનો પ્લસ પોઈન્ટ છે.
Published On - 10:00 am, Tue, 26 April 22