
એજ્યુકેશન : નવાઝ મોદી સિંઘાનિયાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર સ્થિત ન્યૂ એક્ટિવિટી સ્કૂલમાંથી મેળવ્યું છે. આ પછી તેણે કેથેડ્રલ અને જોન કેનન સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીએ કર્યા બાદ નવાઝ મોદી સિંઘાનિયાએ સરકારી લો કોલેજ અને કેસી લો કોલેજમાંથી વકીલની ડિગ્રી મેળવી છે.

કરિયર : કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે નવાઝ મોદી સિંઘાનિયાનો ફિટનેસ અને સ્પોર્ટ્સમાં રસ વધવા લાગ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે નવાઝે મુંબઈમાં બોડી આર્ટ ફિટનેસ સેન્ટર શરૂ કર્યું. નવાઝ મોદી સિંઘાનિયાનું પુસ્તક Pause, Rewind: Natural Anti-Ageing Techniques નેચરલ એન્ટી એજિંગ ટેક્નિક્સ પર આધારિત છે.