
વિવિયનને ટોપ 3માં રાખવાનું કારણ શોના ચાહકો કે સામાન્ય લોકો નહીં પણ બિગ બોસ પોતે છે. બિગ બોસે શોની શરૂઆતમાં દાવો કર્યો હતો કે વિવિયન ચોક્કસપણે ટોપ 2 માં હશે. સમગ્ર શો દરમિયાન વિવિયનને બિગ બોસનો પ્રિય વ્યક્તિ પણ કહેવામાં આવ્યો છે. ઘણી બધી બાબતો તેના પક્ષમાં જોવા મળી છે.

જ્યારે કરણવીર મહેરાને લોકોની ખુબ પ્રેમ આપ્યો છે. સ્વાભાવિક છે કે, જેણે પણ આ શો જોયો છે તે સારી રીતે જાણે છે કે આ વર્ષે શો પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ હતો. કરણે પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. આ જ કારણ છે કે દર્શકો તેને શોનો વિજેતા માની રહ્યા છે.

લોકો તેને પસંદ કરે છે તેનું એક જ કારણ છે અને તે એ છે કે જો કોઈએ રમત સારી અને યોગ્ય રીતે રમી હોય તો તે કરણવીર છે. ત્યારે કરણવીર બિગ બોસ 18ના સિઝનનો વિનર બનશે તેનુ જનતાએ નક્કી કરી લીધુ છે પણ ફાયનલ રાઉન્ડમાં શું થાય છે તે તો આજે ગ્રાન્ડ ફિનાલેમાં જાણી શકાશે

રજત દલાલ ટોપ 3 માં આવવા પાછળનું એક મોટું કારણ તેમની ફેન આર્મી છે. રજત એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને તેના એલ્વિશ યાદવ જેવા મિત્રો પણ છે, જે તેને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.